BIG NEWS- ઇઝરાયલે ગાઝાને મિલિટરી ઝોન જાહેર કર્યું,UNએ ઇઝરાયને કહી આ મહત્વની વાત જાણો

By: nationgujarat
13 Oct, 2023

ઈઝરાયલની સેનાએ સ્વીકાર્યું છે કે તે 7 ઓક્ટોબરે હમાસના હુમલાને રોકવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. ઈઝરાયલના આર્મી ચીફે કહ્યું- લોકોની સુરક્ષા કરવી સેનાનું કામ છે, પરંતુ અમે આમાં નિષ્ફળ ગયા. આ આપણા માટે એક બોધપાઠ છે. હવે યુદ્ધનો સમય છે.

ઇઝરાયલે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ને મોટી કાર્યવાહી કરવા અને ગાઝામાં રહેતા પેલેસ્ટાઈનીઓને 24 કલાકમાં બહાર કાઢવા માટે કહ્યું છે. યુએનના પ્રવક્તાએ કહ્યું છે કે આ વિસ્તારમાં 10 લાખથી વધુ લોકો રહે છે. આ ગાઝાની અડધી વસ્તી છે. યુએનએ અપીલ કરી છે કે ઇઝરાયલ આ આદેશ પાછો ખેંચે.

હમાસે ઈઝરાયલના હુમલા સામે શુક્રવારે વિશ્વભરમાં વિરોધ પ્રદર્શન કર્યું છે. પેલેસ્ટિનિયનોને પશ્ચિમ કાંઠે અને પૂર્વ જેરુસલેમમાં અલ-અક્સા મસ્જિદ તરફ કૂચ કરવાનું કહેવામાં આવ્યું છે.

પેલેસ્ટિનિયનો આખો દિવસ અલ-અક્સા મસ્જિદમાં રહેશે. શુક્રવારની નમાજ માટે મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચે છે. હમાસે તેcના સમર્થકોને ઇઝરાયલી સૈનિકોનો સામનો કરવા માટે મુક્ત લગામ આપી છે. ઈઝરાયલે વિદેશમાં રહેતા પોતાના નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.

ઈઝરાયલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 2,700 લોકો માર્યા ગયા છે. તેમાંથી લગભગ 1,300 ઈઝરાયલ છે. અત્યાર સુધીમાં લગભગ 1,400 પેલેસ્ટિનિયનોએ પણ જીવ ગુમાવ્યા છે. ઈઝરાયલનું કહેવું છે કે તેની સેનાએ 6 દિવસમાં હમાસની 3,600 જગ્યાઓ પર હુમલો કર્યો છે. ગાઝા પર 6 હજાર બોમ્બ ફેંકવામાં આવ્યા છે. આ બોમ્બનું વજન લગભગ 4 હજાર ટન છે.

ભારતે 212 લોકોને એરલિફ્ટ કર્યા હતા
ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ભારત સરકારે ઈઝરાયલમાં ફસાયેલા પોતાના નાગરિકોને એરલિફ્ટ કરવાનું શરૂ કરી દીધું છે. શુક્રવારે સવારે 212 ભારતીય નાગરિકોને લઈને એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હી પહોંચી હતી.

દિલ્હી એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે સૌનું સ્વાગત કર્યું હતું. ભારતીય સમય અનુસાર ગુરુવારે બપોરે 12:44 કલાકે ઈઝરાયેલના ડેવિડ બેન્ગુરિયન એરપોર્ટ પરથી ફ્લાઈટ ભારત માટે ટેકઓફ થઈ હતી. ઈઝરાયલમાં લગભગ 18 હજાર ભારતીયો રહે છે.

આ તરફ ઇઝરાયલના સંરક્ષણ દળોએ માહિતી આપી છે કે 7 ઓક્ટોબરે થયેલા હુમલા બાદ હમાસે સુફામાં 250 લોકોને બંધક બનાવ્યા હતા. આ પછી, ઓપરેશન દરમિયાન તેને જીવતો બચાવી લેવામાં આવ્યો હતો. જેમાં હમાસના 60 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને 26 પકડાયા હતા. પકડાયેલા આતંકવાદીઓમાં એક હમાસના ડેપ્યુટી કમાન્ડર મોહમ્મદ અબુ અલી છે. ઈઝરાયલે આજે આ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો છે.


Related Posts

Load more