Coolie Trailer: સુપરસ્ટાર તેમજ દક્ષિણ ભારત ના રતન રૂપી એક્ટર એવા રજનીકાંતની ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ ‘કુલી’નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. ‘કુલી’માં રજનીકાંતનો સ્વેગ જોવા લાયક છે. 3 મિનિટ લાંબા આ ટ્રેલરને જોતા લાગે છે કે દર્શકોને એક જબરદસ્ત થ્રિલર ફિલ્મની ભેટ મળવાની છે. નાગાર્જુન અક્કિનેની પણ ધમાકો કરવાના મૂડમાં છે. ‘કુલી’ લોકેશ કનગરાજના LCU યૂનિવર્સની ફિલ્મ છે. આ યૂનિવર્સ હેઠળ લોકેશ ‘લિયો’, ‘કૈથી’ અને ‘વિક્રમ’ જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે.
ફિલ્મનું ટ્રેલર આવ્યાના થોડા કલાકોમાં લાખો વ્યૂઝ મળી રહ્યા છે. બીજી તરફ ફિલ્મ ‘વોર 2’ની સાથે ટક્કર લઈ રહેલી ‘કુલી’નું ટ્રેલર જુઓ કેવું છે.
ટ્રેલરમાં એક બાદ એક મળશે સરપ્રાઇઝ
રજનીકાંતની ફિલ્મોનો ક્રેઝ ઓડિયન્સમાં એટલા માટે જ હોય છે, કારણ કે તે માસ લેવલની હોય છે. કુલી પણ એવી જ છે, જેમાં અનેક સ્ટાર એક જ ફ્રેમમાં નજરે આવશે. 3 મિનિટ 2 સેકન્ડના જબરદસ્ત ટ્રેલરથી એક પણ મિનિટ તમે નજર નહીં હટાવી શકો, કારણ કે તેમાં એક બાદ એક સરપ્રાઇઝ જોવા મળશે. ટ્રેલરની શરૂઆત થાય છે 14000 કુલીની સાથે, જેમાં માત્ર વિલેનને 1 કુલીની તલાશ હોય છે. ત્યારબાદ નાગાર્જુન અને આમિર ખાનનો બેકશોટ જોવા મળશે.