Jharkhand : ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનની તબિયત બગડતા તેમને દિલ્હીની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા પણ આજે શનિવારે તેમની તબિયત વધારે લથડતા, વધારે ગંભીર થતા તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા છે, પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનને ઘણા સમયથી કિડના રોગથી પીડિત છે. કિડની સંબંધિત સમસ્યાના લીધે શિબુ સોરેન ને જૂનના છેલ્લા અઠવાડિયામાં તેમને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન હાલમાં વેન્ટિલેટર પર છે અને તેમની હાલત ખુબ નાજુક છે. જૂનના છેલ્લા અઠવાડિયામાં કિડની સંબંધિત સમસ્યાઓના કારણે તેમને એક મહિનાથી વધુ સમયથી દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
શિબુ સોરેન પાર્ટીના સ્થાપક
81 વર્ષીય શિબુ સોરેન લાંબા સમયથી હોસ્પિટલમાં નિયમિત સારવાર લઈ રહ્યા છે. શિબુ સોરેનના પુત્ર અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને 24 જૂને તેમના પિતાના હોસ્પિટલમાં દાખલ થવા પર કહ્યું હતું કે તેમને તાજેતરમાં અહીં દાખલ કરવામાં આવ્યા છે. અમે તેમને મળવા આવ્યા હતા. તેમની તબિયતની તપાસ કરવામાં આવી રહી છે. શિબુ સોરેન છેલ્લા 38 વર્ષથી ઝારખંડ મુક્તિ મોરચાના નેતા રહ્યા છે. તેઓ પાર્ટીના સ્થાપક છે.
નોંધનીય છે કે બે દિવસ પહેલા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને તેમના પિતા શિબુ સોરેનના સ્વાસ્થ્ય અંગે મોટી અપડેટ આપી હતી. તેમણે કહ્યું હતું કે તેમના પિતાની હાલત હાલમાં સ્થિર છે. તેમના મતે, ડોક્ટરોએ તેઓ ક્યારે સંપૂર્ણપણે સાજા થશે તે અંગે સ્પષ્ટપણે કંઈ કહ્યું નથી. શિબુ સોરેન છેલ્લા એક મહિનાથી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મુખ્યમંત્રી હેમંત સોરેન સતત દિલ્હીમાં રહીને તેમની સંભાળ રાખી રહ્યા છે.