આઇપીએલ 2025મા લખનઉ સુપર જાઇન્ટસ તરફથી રમતા દિગ્વેશ રાઠીએ બોલીંગમાં એવુ પ્રદર્શન કર્યુ છે કે આજે સૌ કોઇ ક્રિકેટ પ્રેમીએ તેના પર નજર કરવી જ પડે. એક લોકલ ટુર્નામેન્ટમાં દિગ્વેશે જે બોલીગ કરી છે તેના ટેલેન્ટથી સૌ કોઇ પ્રભાવિત છે. લખનઉ સુપર જાયન્ટસ ટીમના માલિક સંજીવ ગોયનકાએ એક્સ પર વિડિયો શેર કરી આ જાણકારી આપી છે કે દિગ્વેશે 5 બોલમા 5 વિકેટ મેળળી જોરદાર બોલિંગ કરી છે. એકસ પર તેમણે બોલરના ભરપુર વખાણ કર્યા છે. તમને જણાવી દઇએ કે આઇપીએલ 2025મા આ જ બોલર વિકેટ પછી જે રીતે સેલીબ્રેશન કરતો હતો તેનાથી તે ઘણો ચર્ચામા રહેતો હતો અને એક મેચનો તેમના પર પ્રતિબંઘ પણ લાગ્યો હતો.
આઇપીએલમા તેની એકશન અને બોલિંગને કારણે ઓળખ બનાવનાર બોલર પર હવે ઘણી આશા વધી છે. લોકલ મેચમા દિગ્વેશે 2 લેગ બીફોર અને 3 બેટરનો બોલ્ડ કરી 5 બોલમા પાંચ વિકેટ મેળવી છે. લખનઉએ દિગ્વેશને 30 લાખ રૂપિયામા ખરિદ્યો હતો અને તેને આખી આઇપીએલમા ખૂબ સારુ પ્રદર્શન કર્યુ છે. 13 મેચમા દિગ્વેશે 14 વિકેટ લીધી હતી. જો કે આઇપીએલ 2025 લખનઉ માટે કોઇ ખાસ રહી નહી,પંતના નેતૃત્વમા ટીમને 14 માથી 6 મેચમા જીત મળી હતી 12 અંક સાથે ટીમ 7મા નંબર પર રહી હતી.
દિગ્વેશ ના સારા પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયાને એક નવો બોલર મળવાની પણ આશા છે કારણ કે ટીમમાં લેગ સ્પિનર હોય તે દરેક કેપ્ટેન ઇચ્છે છે. આવનાર સમયમા દિગ્વેશ એક સ્ટાર બોલર તરીકે ઉભરી આવાની શક્યતા વધુ છે.