US Deportation: ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા જાહેરાત કરવામાં હતી કે, અમેરિકા ક્યુબા, હૈતી, નિકારાગુઆ અને વેનેઝુએલાના લોકોના કાયદાકીય સંરક્ષણને રદ કરશે. આ નિર્ણયની અસર એવી થશે કે, લગભગ એક મહિનામાં 5,30,000 લોકોએ અમેરિકાને છોડવું પડે તેવી આશંકા છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે અપ્રવાસીઓ સામેની કાર્યવાહી ઝડપી બનાવી છે. આ ચાર દેશના અપ્રવાસી ઓક્ટોબર 2022માં ફાઇનાન્શિયલ સ્પોન્સર સાથે અમેરિકામાં આવ્યા હતાં. તેમને અમેરિકામાં રહેવા અને કામ કરવા માટે બે વર્ષની પરમિટ આપવામાં આવી હતી. હવે હોમલેન્ડ સુરક્ષા વિભાગે જાહેરાત કરી છે કે, આવા લોકો 24 એપ્રિલે ફેડરલ રજિસ્ટરમાં નોટિસ આવ્યાના 30 દિવસ બાદ પોતાનું લીગલ સ્ટેટસ ગુમાવી દેશે.
નોંધનીય છે કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડેનના કાર્યકાળમાં આ પ્રવાસીઓને બે વર્ષ માટે પેરોલ આપવામાં આવી હતી, જે હવે પ્રભાવી રૂપે ખતમ થઈ ગઈ છે. ચારેય દેશના નાગરિકોને અમેરિકાના સ્પોન્સર સાથે હવાઈ માર્ગથી અમેરિકામાં પ્રવેશ મેળવવાની મંજૂરી આપવામાં આવી હતી.
ટ્રમ્પનો નિર્ણય
માનવીય પેરોલ સિસ્ટમ લાંબા સમયથી ચાલી આવતી લીગલ સિસ્ટમ છે, જેનો ઉપયોગ પ્રમુખ એવા દેશના લોકોને મંજૂરી આપવા માટે કરે છે, જ્યાં યુદ્ધ અથવા રાજકીય અસ્થિરતા હોય. એવામાં આવા લોકો અમેરિકામાં પ્રવેશ કરી શકે છે અને અસ્થાયી રૂપે રહી શકે છે. ટ્રમ્પના વહીવટી તંત્રએ આ સિસ્ટમમાં વ્યાપક દુરૂપયોગ નવો આરોપ લગાવી તેને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.
હોમલેન્ડ સુરક્ષા વિભાગે કહ્યું કે, અમેરિકામાં રહેવા માટે કાયદાકીય આધાર વિના એટલે કે પેરોલ પર આવેલા લોકોએ પોતાના પેરોલ સમાપ્ત થાય તે પહેલાં અમેરિકા છોડી દેવું પડશે.
ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા 5 લાખ ઇમિગ્રન્ટ્સના લીગલ સ્ટેટસને રદ કરવાથી અનેક લોકોએ દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે, પેરોલ પ્રોગ્રામ હેઠળ અમેરિકામાં પ્રવેશ કરનવારા કેટલાં લોકોએ સુરક્ષા અથવા લીગલ સ્ટેટસના વિકલ્પ મેળવી લીધા છે.
શું હતો બાઇડેનનો નિર્ણય?
2022માં તત્કાલિન પ્રમુખ જો બાઇડેને વેનેઝુએલાના લોકો માટે પેરોલ એન્ટ્રી પ્રોગ્રામ શરૂ કર્યો હતો. બાદમાં 2023માં તેનો વિસ્તાર કરવામાં આવ્યો અને ક્યુબા, હૈતી અને નિકારાગુઆના લોકોને સામેલ કરવામાં આવ્યા. સંયુક્ત રાજ્ય અમેરિકા અને આ ચાર દેશના રાજદ્વારી અને રાજકીય સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે.
વળી, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં રાષ્ટ્ર પ્રમુખ પદ સંભાળ્યા બાદ ગેરકાયદે અપ્રવાસીઓ માટે એક્શન લેવાનું તેજ કરી દીધું છે. અત્યાર સુધી સુધી રેકોર્ડ સંખ્યામાં ગેરકાયદે અપ્રવાસીઓને કાઢી દીધા છે. ટ્રમ્પના વહીવટીતંત્રએ તર્ક આપ્યો કે, ગત બાઇડેન સરકારે પેરોલ કાર્યક્રમ શરૂ કર્યો, જે કાયદાકીય સીમાઓ પાર કરી ગયું. તેમણે 20 જાન્યુઆરી તેની સામે એક કાર્યકારી આદેશ રજૂ કર્યો હતો.