‘AIથી દુનિયા ખતમ થવાની વાત માત્ર ઢોંગ’: ટ્રમ્પનો ધડાકો, કહ્યું- હું આ ષડ્યંત્રનો પર્દાફાશ કરીશ!

By: Nation Gujarat Team
15 Sep, 2026

Donald Trump AI stance: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને તેના સંભવિત જોખમોને લઈને દુનિયાભરમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એઆઈ પર અંકુશ મેળવવાની કોશિશોનો આકરો વિરોધ કર્યો છે અને તેને એક ષડ્યંત્ર કહ્યું છે.

‘AIથી દુનિયા ખતમ થવાની વાત માત્ર ઢોંગ’: ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર સ્પષ્ટ કર્યું છે કે, ‘એઆઈ દ્વારા માનવતાના વિનાશની વાતોમાં કોઈ તથ્ય નથી અને તે કાલ્પનિક છે. વેપાર જગતના ઇતિહાસમાં ક્યારેય એવું જોવા મળ્યું નથી કે કોઈ ઉદ્યોગના દિગ્ગજો ખુદ એવા નિયમો લાવવાની માંગ કરે જે તેમને પાયમાલી તરફ ધકેલી દે.’

ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ‘એઆઈનો દુનિયા પર કબજો જમાવવો, માનવતાને તબાહ કરવી અને બીજી તમામ ડરામણી વાતો માત્ર એક ઢોંગ છે. આ રશિયા વિવાદ, યુક્રેન વિવાદ અને મહાભિયોગના કાવતરાં જેવું જ એક નવું જુઠાણું છે. ચીનના પ્રમુખ શી જિનપિંગ અગાઉથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ચીન એઆઈના વિકાસના માર્ગમાં કોઈ અડચણ ઊભી કરશે નહીં.’

આર્થિક એન્જિન બનશે AI, ચીનને થશે ફાયદો

અમેરિકન પ્રમુખના મતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સેન્ટર્સ ઇતિહાસના સૌથી મોટા આર્થિક એન્જિન સાબિત થશે. આ ક્ષેત્ર ઓઇલ, સોનું, હીરા અને ઇન્ટરનેટ કરતા પણ મોટું માર્કેટ બનીને ઉભરશે. જે લોકો એઆઈથી દુનિયા ખતમ થવાના દાવા કરી રહ્યા છે, તેઓ એ જ લોકો છે જે અગાઉ પર્યાવરણીય ફેરફારોથી દુનિયાના વિનાશની વાતો કરતા હતા. રોબોટ્સ દ્વારા શહેરો પર કબજો જમાવવાની વાતો સંપૂર્ણપણે કાલ્પનિક છે.’

ટ્રમ્પનું માનવું છે કે એઆઈ પર કડક પ્રતિબંધો લગાવવાથી માત્ર ચીનને જ ફાયદો થશે. હાલમાં જ ઓપનએઆઈના સેમ ઓલ્ટમેને સુરક્ષા ધોરણો અને દેખરેખની વાત કરી હતી, જ્યારે એનવીડિયાના સીઈઓ જેન્સેન હુઆંગ પણ એઆઈના ખતરાઓને ખૂબ જ વધારીને રજૂ કરવાના વિરોધી છે. તાજેતરમાં જ એક પોડકાસ્ટ દરમિયાન ટ્રમ્પ અને હુઆંગ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી, જેમાં બંને દિગ્ગજોએ સંમતિ દર્શાવી હતી કે બજારમાં એઆઈને લઈને વણજોઈતો ડર ફેલાવવામાં આવી રહ્યો છે

પૂર્વ પ્રમુખ બરાક ઓબામાનું સમર્થન

બીજી તરફ, અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ મોટી એઆઈ કંપનીઓની એ અરજીનું સમર્થન કર્યું છે જેમાં ટેક્નોલોજીના વિકાસની ગફલત અને ઝડપને નિયંત્રિત કરવાની માંગ કરવામાં આવી છે. ઓબામાનું માનવું છે કે આ ટેક્નોલોજી એટલી ઝડપથી આગળ વધી રહી છે કે તેને બનાવનારાઓને પણ તેની ગતિ સાથે તાલમેલ સાધવામાં મુશ્કેલી પડી રહી છે.


Related Posts

Load more