દેશ ની રાજધાની ને લાગ્યું ફરી લાંછન, નાની બાળકી સાથે પોલીસના વેશમાં 3લોકો નો હેવાનિયત રૂપી ગેંગરેપ

By: Krunal Bhavsar
22 Sep, 2026

Delhi Kalkaji Mandir : દેશ ની રાજધાની દિલ્હીના કાલકાજી મંદિર વિસ્તારમાંથી એક અત્યંત શરમજનક અને આંચકા રૂપી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં દર્શન કરવા ગયેલી 17 વર્ષીય સગીરા સાથે ત્રણ શખ્સોએ પોલીસ હોવાનું નાટક રચી ને ગેંગરેપ કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ગંભીર મામલે દિલ્હી પોલીસ દ્વારા એક મુખ્ય આરોપીની એન્કાઉન્ટર કાર્ય બાદ ધરપકડ કરવામાં આવી છે.

કાલકાજી મંદિરમાં દર્શન દરમિયાન બની ઘટના

મળતી માહિતી મુજબ, સોમવારે સાંજે આ સગીરા તેના 17 વર્ષીય મિત્ર સાથે દિલ્હીના પ્રખ્યાત કાલકાજી મંદિર (Kalkaji Temple) ખાતે દર્શન કરવા પહોંચી હતી. પૂજા-અર્ચના કર્યા પછી બંને મંદિરની નજીક આવેલા “આસ્થા કુંજ પાર્ક” માં ફરવા માટે ગયા હતા. તે દરમિયાન ત્યાં પહેલેથી જ હાજર કેટલાક બદમાશોએ અંધારાનો ફાયદો ઉઠાવીને તેમને ઘેરી લીધા હતા.

પોલીસે હોવાનો રોલો પાડીને રોક્યા અને આચરી ગંદી હરકત

પાર્કમાં હાજર 25 થી 30 વર્ષની વયના ત્રણ યુવકોએ સગીરા અને તેના મિત્રને રોકીને પોતાની ઓળખ “પોલીસકર્મી” તરીકે આપી હતી. આરોપીઓએ દાવો કર્યો હતો કે અહીં મોડેથી બેસવા બદલ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે ભોગ બનનાર યુવક-યુવતી કંઈ સમજી શક્યા નહીં, ત્યારે એક બદમાશે સગીરાના મિત્રને પકડી રાખ્યો જેથી તે કોઈ મદદ માટે બૂમો ન પાડી શકે. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ સગીરા સાથે આ જઘન્ય ક્રૂર અપરાધને અંજામ આપ્યો હતો. ઘટના બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા.

પીસીઆર કોલ અને પોલીસ કાર્યવાહી

આ મામલે રાત્રે આશરે પોણા નવ વાગ્યે પોલીસને પીસીઆર કોલ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. તરત કાર્યવાહી કરતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને “સગીરાને” મેડિકલ તપાસ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવી હતી. પોલીસે કાલકાજી પોલીસ સ્ટેશન ખાતે પોક્સો એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત ધારાઓ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.


Related Posts

Load more