IAS ધવલ પટેલને પડકાર ફેંકનાર જિલ્લા ભાજપ મહામંત્રીની પાર્ટીમાંથી હકાલપટ્ટી

By: nationgujarat
01 Aug, 2023

છોટાઉદેપુર જિલ્લા ભાજપા મહામંત્રીનું પ્રદેશની સૂચનાથી રાજીનામું લેવાયું સરકારી અધિકારીઓ સામે નિવેદન કરનાર મહામંત્રી ને ભારે પડ્યું ભાજપ પાર્ટીમાં કોઈને પણ અધિકારીઓ સામે બોલવાનો હક નથી તે આ બનાવ ઉપરથી ફલિત થયું છે.

છોટાઉદેપુર જિલ્લા ભાજપમાં મહામંત્રી શંકરભાઈ રાઠવા જિલ્લા ભાજપ મહામંત્રી છે અને તેઓ પૂર્વ ધારાસભ્ય પણ છે. ગાંધીનગરથી આઇએએસ અધિકારી તેમજ  ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનર ધવલ પટેલ છોટાઉદેપુર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મહોત્સવમાં આવ્યા હતા. તે વખતે તેમણે પ્રાથમિક શાળાઓનું શિક્ષણ કાચું હોવાનું રિપોર્ટ કર્યો હતો.

જ્યારે જિલ્લા ભાજપમાં મહામંત્રી આ આઇએએસ અધિકારીને પડકાર ફેંક્યો હતો અને  આ અધિકારીઓ તેઓના વિભાગનું કામ કરતા નથી અને છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણને બદનામ કરવા માટે આવી રીતના રિપોર્ટ કરી રહ્યા છે જેવા નિવેદનો ભાજપ મહામંત્રીએ સરકારની વિરોધમાં કર્યા હતા.

આ સમગ્ર બાબતે પ્રદેશ કક્ષાએથી છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખને મહામંત્રી પાસે તેનો ખુલાસો માંગવાની નોટિસ આપતા મહામંત્રી શંકરભાઈ રાઠવાએ ખુલાસો આપ્યો હતો, પરંતુ ખુલાસાનો જવાબ યોગ્યના હોવાથી મહામંત્રી પાસે રાજીનામું જિલ્લા ભાજપ પ્રમુખે માંગતા જિલ્લા ભાજપમાં મહામંત્રીએ રાજીનામું સુપ્રત કર્યું છે.

છોટાઉદેપુર જિલ્લામાં કોઈપણ નેતા સરકાર સામે બોલશે ત્યારે આકરા પગલા ભરવામાં આવશે, તે આ ઘટના પરથી ફલિત થાય છે. છોટાઉદેપુર જિલ્લામાં વર્ષો જૂના કાર્યકર અને માજી ધારાસભ્ય રહી ચૂકેલા શંકર રાઠવાનું રાજીનામું પાર્ટીએ લઈ લેતા હાલ છોટાઉદેપુર જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.


Related Posts

Load more