ચંદ્રયાન-3એ લીધી ચંદ્રની નવી તસવીર:નીચલી કક્ષામાં લાવવા માટે થ્રસ્ટર્સે ફાયર કર્યું

By: nationgujarat
18 Aug, 2023

ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર હવે 113 x 157 કિમીની ભ્રમણકક્ષામાં આવી ગયું છે. એટલે કે, હવે ચંદ્રથી તેનું સૌથી ઓછું અંતર 113 કિલોમીટર છે અને સૌથી વધુ અંતર 157 કિલોમીટર છે. ISROએ ડીબૂસ્ટિંગ દ્વારા ચંદ્રયાનની ભ્રમણકક્ષા ઘટાડી છે. ડીબૂસ્ટિંગ એટલે અવકાશયાનની ગતિ ધીમી કરવી.

ISRO હવે 20 ઓગસ્ટે સવારે 2 વાગ્યે બીજું ડિબૂસ્ટિંગ ઓપરેશન કરશે. આ પછી, ચંદ્રથી લેન્ડરનું લઘુત્તમ અંતર 30 કિમી અને મહત્તમ અંતર 100 કિમી રહેશે. 23 ઓગસ્ટે સાંજે 5:47 કલાકે સૌથી ઓછા અંતરથી સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરવામાં આવશે.

લેન્ડરે ચંદ્રની તસવીરો લીધી હતી
અગાઉ SROએ 17 ઓગસ્ટે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યૂલને બપોરે 1:15 વાગ્યે લેન્ડર અને રોવરથી અલગ કરી દીધું હતું. અલગ થયા પછી લેન્ડર મોડ્યૂલે પ્રોપલ્શન મોડ્યૂલને કહ્યું – ‘થેક્સ ફોર ધ રાઈડ મેટ’.આ દરમિયાન લેન્ડર પર લગાવેલા કેમેરાએ પ્રોપલ્શન મોડ્યુલના ફોટો સાથે ચંદ્રની તસવીરો લીધી હતી.

ચાર જરુરી સવાલના જવાબ…

  • ડી-બૂસ્ટિંગ કેવી રીતે પૂર્ણ થશે: ચંદ્રયાનના લેન્ડરના ચાર પગની નજીક જોડાયેલ 800 ન્યૂટન પાવરના 1-1 થ્રસ્ટરને કારણે તે શક્ય બનશે. બે થ્રસ્ટર દરેક 2 તબક્કામાં કામ કરશે.
  • લેન્ડિંગમાં કેટલી મુશ્કેલીઓઃ લેન્ડિંગ પ્રક્રિયા 30 કિમીની ઊંચાઈથી શરૂ થશે. લેન્ડરની સ્પીડ 1680 મીટર પ્રતિ સેકન્ડથી ઘટાડીને 2 મીટર પ્રતિ સેકન્ડ સુધી લાવવી પડશે.
  • 23 ઓગસ્ટે શા માટે લેન્ડિંગ: બંને લેન્ડર-રોવર પાવર જનરેટ કરવા માટે સોલર પેનલનો ઉપયોગ કરશે. અત્યારે ચંદ્ર પર રાત છે અને 23મીએ સૂર્યોદય થશે.
  • ચંદ્રયાન-3 શું કામ કરશે: પ્રોપલ્શન મોડ્યુલ પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરશે. લેન્ડર-રોવર સપાટી પર પાણીની શોધ સહિત અન્ય પ્રયોગો કરશે.

Related Posts