Chandra Grahan: આવતીકાલે શનિવારે છે ચંદ્રગ્રહણ, જાણો શું કરવું શું ન કરવું

By: nationgujarat
27 Oct, 2023

હિન્દુ ધર્મમાં ગ્રહણને અશુભ માનવામાં આવે છે.અને આવતી કાલે એટલે કે 28 ઓક્ટોબર 2023ના રોજ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થવા જઇ રહ્યું છે. મહત્વની બાબત એ છે કે આવતી કાલે શરદપૂર્ણિમા પણ છે અને વર્ષનું આ છેલ્લું ગ્રહણ ભારત સહિત અનેક દેશોમાં જોવા મળશે. ભારતીય સમય પ્રમાણે ગ્રહણ મધ્યરાત્રિએ 01:06 વાગ્યે શરૂ થશે અને 02:22 વાગ્યે સમાપ્ત થશે. આથી ચંદ્રગ્રહણનો સૂતક કાળ 28 ઓક્ટોબરે સાંજે 4 વાગ્યે શરૂ થશે અને તે સમાપ્ત થાય ત્યાં સુધી ચાલુ રહેશે. આવો જાણીએ ગ્રહણના નિયમો વિશે.

  1. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષનું આ છેલ્લું ચંદ્રગ્રહણ ખંડ ગ્રાસ ચંદ્રગ્રહણ છે.
  2. જ્યોતિષ અંશુ પારીકના જણાવ્યા અનુસાર ચંદ્રગ્રહણ મેષ અને અશ્વિન નક્ષત્રમાં થઈ રહ્યું છે,ઉલ્લેખીનીય છે કે મેષ રાશિ અને અશ્વિન નક્ષત્રમાં જન્મેલા લોકોને ગ્રહણની વધારે અસર જોવા મળશે,
  3. મેષ રાશિ અને અશ્વિન નક્ષત્રમાં જન્મેલા લોકોએ આ ખંડ ગ્રાસ ચંદ્રગ્રહણ જોવા માટે મનાઇ કરવામાં આવી છે.
  4. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષના આ છેલ્લા ચંદ્રગ્રહણની અસર વૃષભ, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકો માટે શુભ રહેશે જ્યારે મેષ, કન્યા, તુલા, મકર અને મીન રાશિના લોકોએ વિશેષ સાવચેતી રાખવાની જરૂર રહેશે.
  5. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર,ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો 9 કલાક પહેલા શરૂ થાય છે. આવી સ્થિતિમાં આવતીકાલે સાંજે 4 વાગ્યાથી ચંદ્રગ્રહણનું સૂતક શરૂ થશે.
  6. આ સુતક કાળમાં શુભ કાર્ય વર્જીત કરવામાં આવે છે. જેમાં, પૂજા, લગ્ન વિધી, મુંડન વિધિ, વાસ્તુ જેવા કાર્યો કરવામાં આવતા નથી.
  7. હિંદુ માન્યતા અનુસાર, ચંદ્રગ્રહણ દરમિયાન નખ અને વાળ કાપવા ન જોઈએ, આ સમય દરમિયા કોઇ ધારદાર વસ્તુ પણ ન ખરીદવી.
  8. ચંદ્રગ્રહણ દરમિયાન દેવી-દેવતાઓની મૂર્તિઓ, મંદિરો વગેરેને સ્પર્શ કરવાની મનાઈ છે પરંતુ આ દરમિયાન તમે તેમને મનમાં યાદ કરી શકો, મંત્રો વગેરેનો જાપ કરી શકો.
  9. ચંદ્રગ્રહણ દરમિયાન મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે. ગ્રહણ દરમિયાન ભગવાનની પૂજા કરવામાં આવે છે.
  10. ચંદ્રગ્રહણ દરમિયાન, ‘ॐ सों सोमाय नमः’ અથવા ‘ॐ श्रां श्रीं श्रौं स: चन्द्रमसे नम:’ મંત્રનો જાપ કરો.
  11. ચંદ્રગ્રહણ સમાપ્ત થયા પછી, વ્યક્તિએ કોઈ જળ તીર્થ પર જવું જોઈએ અથવા ઘર જ પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવું જોઈએ અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું જોઈએ.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.


Related Posts

Load more