વિપક્ષમાં બોટલ પણ જૂની છે ને શરાબ પણ જૂનો છે – અમિત શાહ

By: nationgujarat
13 Aug, 2023

ગાંધીનગરના માણસામાં મંચ પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષો પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, યુપીએ એટલે કે કૉંગ્રેસ એટલે 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર કરવાવાળા નેતાઓનો સમૂહ છે. આ ગોટાળા છુપાવવા માટે એ લોકો નામ બદલીને આવ્યા છે. આમાં તો બોટલ પણ જૂની છે અને શરાબ પણ જૂનો છે, તમે છેતરાતા નહીં.

ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ અને માણસા નગરપાલિકા વિસ્તારમાં જનસુખાકારીનાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે આજે કરવામાં આવ્યું હતું. માણસા વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે રૂપિયા 40 કરોડના ખર્ચે ગાંધીનગરના ક-7 થી રાંધેજા-બાલવા-માણસા સુધીના રોડને ચાર માર્ગીય બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેની સાથે માણસા નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના હેઠળ રૂપિયા 1.48 કરોડના ખર્ચે એલ.ઇ.ડી સ્ટ્રીટ લાઇટ પોલ અને હાઇ માસ્ટ પોલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.યુપીએ એટલે કે કૉંગ્રેસ એટલે 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર કરવાવાળા નેતાઓનો સમૂહ છે. કરોડો રૂપિયાના ગોટાળા કર્યા એટલે હવે નામ બદલીને આવ્યા છે. આમાં તો બોટલ પણ જૂની છે અને શરાબ પણ જૂનો છે, તમે છેતરાતા નહીં. તેમજ કહ્યું કે, UPAવાળા અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા પણ મોદી સાહેબે જે ધોલાઈ કરી કે જવાબ આપવા પણ ઊભા ન રહ્યા.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે, હું અંગ્રેજી ભાષાનો વિરોધી નથી. ગુજરાતી ભાષાને જીવતી રાખવાની જવાબદારી આપણા સૌની છે, બાળક ગુજરાતી ભાષા નહિં શીખે તો ગુજરાતને નહિ ઓળખે, ગુજરાતને નહિ ઓળખે તો દેશને નહિ ઓળખે તો તે દેશનું ભલું કયારે નહિ કરી શકે. કોઇપણ દેશનું ભવિષ્ય કેટલા બાળકો શાળા જાય છે, તેનાથી નથી, પણ કેટલા યુવાનો લાયબ્રેરીમાં જાય છે, તેનાથી નક્કી થાય છે. માણસાની લાયબ્રેરી મને ખૂબ જ ઉપયોગી બની છે. પરંતુ વધુમાં વધુ યુવાનો લાયબ્રેરીમાં જતા થાય તે કાર્યને પ્રાધાન્ય આપવું ખૂબ જ જરૂરી છે.


Related Posts