Budget 2024 આ App પર મળી જશે બજેટની આખેઆખી કોપી

By: nationgujarat
01 Feb, 2024

પીએમ મોદીના બીજા કાર્યકાળનુ આ અંતિમ બજેટ છે. સવારે 11 વાગ્યાના ટકોરે નાણામંત્રી  નિર્મલા સીતારમણે બજેટની વિવિધ જાહેરાતોની શરૂઆત કરી દીધી છે. આ બજેટ પેપરલેટ એટલે કે સંપૂર્ણપણે ડિજીટલ છે. પરંતુ જો તમને બજેટની એક એક માહિતી અને એક એક જાહેરાત જાણવી હોય તો તમે એક ક્લિક પર આ માહિતી મેળવી શકો છો. તમને એક એપ પર બજેટ 2024 ની તમામ માહિતી મળી જશે.

બજેટની તમામ માહિતી આપવા માટે Union Budget Mobile App ડાઉનલોડ કરવાની રહેશએ. જેને એનઆઈસી દ્વારા ડેવલપ કરવામાં આવી છે. જેના પર તમને બજેટ સંબંધીત તમામ માહિતી મળી રહેશે.

Union Budget Mobile એપમાં શું શું હોય છે 
આ એપની મદદથી તમે સંસદમાં શું શું થયું તેની તમામ માહિતી મળી જશે. એપની મદદથઈ તમને સંસદના તમામ સદસ્યોની સાથે સાથે સામાન્ય જનતાને પણ બજેટના તમામ ડોક્યુમેન્ટ્સ એક જ જગ્યાઓ પર મળી જશે. આ એપ પર તમને Union Budget સાથે જોડાયેલ અસંખ્ય ડોક્યુમેન્ટ્સ મળી જશે. તેમાં એન્યુઅલ ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટ, ડિમાન્ડસ ફોર ગ્રાન્ટ્સ, ફાઈનાન્સ બિલ અને બીજા ડોક્યુમેન્ટ્સ મળી જશે.

આ રહ્યુ ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ

  • નાણામંત્રીનું બજેટ ભાષણ
  • વાર્ષિક નાણાકીય નિવેદન
  • અનુદાનની માંગ (DG)
  • નાણા બિલ
  • FRBM એક્ટ હેઠળ જરૂરી નિવેદનો
  • બજેટ ખર્ચ
  • રસીદ બજેટ
  • ખર્ચ પ્રોફાઇલ
  • એક નજરમાં બજેટ
  • બજેટમાંથી મુખ્ય લક્ષણો
  • બજેટ દસ્તાવેજો
  • આઉટપુટ પરિણામ મોનીટરીંગ ફ્રેમવર્ક
  •  ફાઇનાન્સ બિલમાં જોગવાઈઓ સમજાવતું મેમોરેન્ડમ
  • તમને જણાવી દઈએ કે કેન્દ્રીય બજેટ 2021 પહેલા નાણા મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ મોબાઈલ એપ રજૂ કરી હતી. આ એપ બજેટ સંબંધિત દસ્તાવેજોને સરળતાથી એક્સેસ કરવા માટે બનાવવામાં આવી હતી. આ એપ નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવી છે.

    આ એપનો ઉપયોગ કરીને, યુઝર્સ માત્ર બજેટ દસ્તાવેજોને સરળતાથી એક્સેસ કરી શકશે નહીં. પરંતુ તમે તેને ડાઉનલોડ કરીને પ્રિન્ટ પણ કરી શકો છો. બજેટ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ હશે. તમે આ એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો.


Related Posts

Load more