મહત્વના સમાચાર – ખેલૈયાઓ માટે આનંદના સમાચાર જાણી લો ફટાફટ

By: nationgujarat
17 Oct, 2023

નવરાત્રીમાં ખેલૈયાઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે ગરબાને લઇ પોલીસ દ્વારા 12 વાગ્યા સુઘી ની પરમિશન આપવામાં આવી હતી ત્યારે આજે ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ મહત્વની જાહેરાત કરી છે. 12 વાગ્યા સુધી જે ગરબા રમવાની છુટ હતી તેને હવે લંબાવવમાં આવી છે પોલીસ હવે 12 વાગ્યે ગરબા બંઘ કરવા નહી આવે. ગૃહવિભાગ દ્વારા પોલીસવિભાગને સુચના આપવામાં આવી છે  ગૃહવિભાગે પોલીસને મૌખીક સુચના આપી છે. ગરબા બંઘ નહી કરવવા આપી છે સુચના

અત્યાર સુધી એવુ હતુ કે, રાતે 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાતા હતા. રાતે 12 વાગ્યા બાદ પોલીસ ગરબા બંધ કરાવવા આવી જતી હતી, પરંતુ આ નવરાત્રિએ આવુ નહિ બને. કારણ કે, ગુજરાત સરકારે આ અંગે મોટો નિર્ણય લીધો છે. હવે રાતે 12 વાગ્યા બાદ પોલીસ ગરબા બંધ કરાવવા નહિ આવે. સરકારના આ નિર્ણયથી હવે મોડી રાત સુધી ગરબાનો રંગ જામશે. હવેથી રાતે 12 વાગ્યે ગરબા બંધ નહિ થાય. સરકાર દ્વારા લીલી ઝંડી અપાઈ ગઈ કે, હવે ગમે તેટલા વાગ્યા સુધી ગરબા કરો.

આમ, ગુજરાતમાં લાંબા સમય બાદ ખેલૈયાઓ મન મૂકીને ગરબા કરી શકશે. નવરાત્રિના ત્રીજા નોરતે આ નિર્ણય લેવાયો છે, ત્યારે હવે છેક દશેરા સુધી ખેલૈયાઓ છૂટછાટથી ગરબા કરી શકશે.


Related Posts

Load more