કહેવાય છે કે રાજકારણમા કશુ અશભવ નથી અને રાજકારણમા અંત સુઘી સમિકરણો બદલાય છે તેનો દાખલો સુરત નો છે આજે સુરતના ઇતિહાસમા પહેલી વખત કોંગ્રેસ ચૂંટણી નહી લડી શકે તે તેના ઉમેદવારના પાપે . ભાજપ હવે 25 બેઠકો જીતવાની છે સુરતની બેઠક પર ભાજપનો વિજય નિશ્ચિત છે અને તે પણ પાચ લાખથી વધુની લીડ સાથે જીતશે તેવો ઉમળતો ભાજપના ઉમેદવારનાન ચહેરા પર સપષ્ટ દેખાતો હતો.
છેલ્લા બે દિવસથી રાજ્યમાં સુરત લોકસભા બેઠક પર વિવાદ શરૂ થયો છે, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ એક એફિડેવિટમાં દાવો કર્યો હતો કે, કુંભાણીના ઉમેદવારી પત્રકમાં ટેકેદાર તરીકેની સહી તેમની નથી. આ પછી સુરત બેઠક પર હાઇ વૉલ્ટેડ ડ્રામા શરૂ થયો હતો, જોકે, આજે કલેક્ટર કચેરીમાં લાંબી સુનાવણી બાદ આ હાઇ વૉલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ્દ થઇ ગયુ છે, હવે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સુરત લોકસભા બેઠક પરથી ચૂંટણી નહીં લડી શકે. છેલ્લા બે દિવસથી અહીં હાઇ વૉલ્ટેડ ડ્રામા ચાલી રહ્યો હતો.
શું છે સમગ્ર મામલો –
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી વિવાદમાં મુકાઈ છે. નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભારણીના ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ સહી અમારી નથી. આથી નિલેશ કુંભાણીની ઉમેદવારી જોખમમાં મૂકાઇ છે અને તેમના ફોર્મ પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે નિલેશ કુંભારણીએ પોતાના ટેકેદારોનું અપહરણ થયું હોવાની આશંકા પણ વ્યકત કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરે નિલેશ કુંભાણીને આજે રવિવાર સુધીનો સમય અપાયો હતો. આજે આ સમગ્ર મામલે સુનાવણી થતાં સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થઇ છે.