પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકામાં વાઘજીપુર ગામ છે. સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય વિશ્વવાત્સલ્યમહોદધિ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પરમ પ્રેરણાથી પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલ આદર્શ વાધજીપુર ગામમાં નૂતન શિખરબંધ મંદિરનો શિલાન્યાસ સમારોહ સંવત ૨૦૮૦ ચૈત્ર વદ – ૧૦, તા. ૦૩-૦૫-૨૦૨૪ને શુક્રવારે ભકિતભાવ પૂર્વક પરમ ઉમંગોલ્લાસભેર ઉજવણી કરવામાં આવ્યો.
મંદિર એટલે સંસ્કારધામ માણસ – માણસ બને છે સંસ્કારથી, માણસ શોભે છે સંસ્કારથી. સંસ્કારનો અર્થ છે શુદ્ઘિ. ભારતીય ઋષિઓ શુદ્ઘિના ત્રણ પ્રકાર વર્ણવે છે. ૧. દૈહિક શુદ્ઘિ ૨. માનસિક શુદ્ઘિ અને ૩. આત્મશુદ્ઘિ. મંદિર આ ત્રિવિધ શુદ્ઘિથી માનવને સુસંસ્કૃત બનાવે છે. પ્રથમ શુદ્ઘિ છે દૈહિક શુદ્ઘિ. મંદિરમાં પ્રવેશનાર સૌ કોઈ માટે આ શુદ્ઘિનો અત્યંત આગ્રહ સેવાયો છે.
બ્રહ્માંડમાં પાંચ પ્રાથમિક તત્વો છે. ભૂમિ-પૃથ્વી, વાયુ-વાયુ, જલ-પાણી, અગ્નિ-અગ્નિ અને આકાશ-અવકાશ. માનવ જીવન સાથે આ તત્વોનું સંતુલન જીવનની ગુણવત્તા સુધારી શકે છે.
સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના આશીર્વાદ સાથે નૂતન મંદિરની શરૂઆત કરવી શુભ છે. તે સ્થળ પર હકારાત્મકતાની ભાવના લાવે છે.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં સંતમંડળ તથા હરિભક્તોની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, વાઘજીપુર નૂતન શિખરબંધ મંદિરનું ભૂમિપૂજન ભકિતભાવ પૂર્વક કરવામાં આવ્યું. ભૂમિપૂજન વિધિ વિસ્તાર સાથે જોડાયેલી કોઈપણ નકારાત્મકતાને દૂર કરે છે. ભૂમિપૂજન પૂર્ણ થયા પછી શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સાંસદ શ્રી ડો. જશવંતસિંહ એસ. પરમાર વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને દેશો દેશના હરિભક્તોએ ઉમંગોલ્લાસભેર લ્હાવો લીધો હતો.