BAPS – લોકોને સદગુણ તરફ પ્રેરવા બદલ ડો. જ્ઞાનવત્સલ સ્વામીનું અમેરિકામાં સન્માન

By: nationgujarat
26 Sep, 2023

ડો. જ્ઞાનવત્સલ સ્વામી (BAPS) નું ન્યૂજર્સી રાજ્ય, અમેરિકા, ૉસેનેટ રિઝોલ્યુશન” એનાયત કરી તારીખ 23/9/2023 સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલ ખાતે સન્માન કરવામાં આવ્યું.બિન-અમેરિકનને ન્યુ જર્સી સ્ટેટનું સર્વોચ્ચ સનમાન પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને એનાયત કરાયું છે.

સમાજને પ્રેરણાદાઈ સંદેશો આપી વૈશ્વિક સંવાદિતા અને ભાઈચારો, લોકોના વ્યક્તિગત જીવનમાં સદગુણ પ્રેરવા બદલ અને સમાજ સેવાની કટિબદ્ધતા બદલ આ સન્માન કરાયું હતું.

ન્યૂજર્સી રાજ્ય સેનેટના પ્રમુખ મિસ્ટર નિકોલસ સ્કુટરી એ આ સન્માન પત્ર અર્પણ કર્યું હતું.સન્માન 1500 થી વધારે ડોક્ટર અને હેલ્થ કેર પ્રોફેશનલ ની હાજરીમાં કરાયું હતું. આ પ્રસંગે ડો. જ્ઞાનવત્સલ સ્વામી એ “હીલિંગ ધ હિલર્સ- હાઉ ટુ ઓવરકમ બનેં આઉટ” પર પ્રવચન કર્યું હતું.


Related Posts