AUS VS AFG – અફઘાનિસ્તાને ઓસ્ટ્રીલયીને 21ન રનથી હરાવી ઉલટફેર કર્યો ,

By: nationgujarat
23 Jun, 2024

Aus vs Afg – વચ્ચે આજે સુપર 8ની મેચ રમાઇ હતી. આ મેચમા અફઘાનિસ્તાને પહેલા બેટીંગ કરતા 148 રન 6 વિકેટના નુકસાન પર કર્યા હતા જેમા સૌથી વઘુ ગુરબાઝે 60 રન કર્યા હતા અને ઝરદાને 51 રન કર્યા હતા આ સિવાય બાકી કોઇ બેટર સારો સ્કોર કર્યો હતો ન હતો. આ મેચમા અફઘાનિસ્તાને ઓસ્ટ્રલીયાના જીત માટે હંફાવી દીધુ અફઘાનિસ્તાનના બોલર ગુલબદીને સૌથી અસરકારક બોલીંગ કરી 4 વિકેટ ફકત 20 રન આપ્યા હતા ઓસ્ટ્ર્લીયાને જીત માટે છેલ્લી ઓવર સુઘી રોમાંચક રહી હતી. છેલ્લી ઓવરમા જીત માટે ઓસ્ટ્રલીયાને 24 રન કરવાના હતા.

Fall of wickets: 1-0 (Travis Head, 0.3 ov), 2-16 (Mitchell Marsh, 2.3 ov), 3-32 (David Warner, 5.1 ov), 4-71 (Marcus Stoinis, 10.3 ov), 5-85 (Tim David, 12.2 ov), 6-106 (Glenn Maxwell, 14.4 ov), 7-108 (Matthew Wade, 15.1 ov), 8-111 (Pat Cummins, 16.3 ov), 9-113 (Ashton Agar, 17.2 ov)

અફઘાનિસ્તાન સામે 21 રનથી હાર સેમિફાઇનલ માટે ઓસ્ટ્રલીયાનો રસ્તો અઘરો થઇ ગયો છે જો ભારત આવતીકાલે ઓસ્ટ્રલીયને હરાવે તો લગભગ ઓસ્ટ્રલીયા બહાર થઇ જશે. અફઘાનિસ્તાને હવે બાગ્લાદેશ સામે રમાવાનુ છે તેમા જીતે તો અફઘાનિસ્તાન સેમિફાઇનલમા પહોંચી શકે છે આમ આ મેચ ઓસ્ટ્રલીયા હારતા અફઘાનિસ્તાનની ટીમે વિશ્વકપનો બદલો પણ લઇ લીઘો અને સેમિફાઇનલ પ્રવેશ મેળવવાની આશા જીવંત રાખી છે, અફઘાનિસ્તાનની પહેલી વિકેટની ભાગાદારી 118 રનની થઇ હતી તો ઓસ્ટ્રલીયાના બેેટર મોટી ભાગીદારી કરી શક્યા નહી મેકસવેલનો જાદુ પણ આ મેચમા ચાલ્યો નહી

આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને છ વિકેટે 148 રન બનાવ્યા હતા. વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝે 49 બોલમાં 60 રનની સર્વોચ્ચ ઈનિંગ રમી હતી, જેમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગા સામેલ હતા. જ્યારે ઈબ્રાહિમ ઝદરાને 48 બોલમાં છ ચોગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા. કમિન્સે આ મેચમાં ઓસ્ટ્રેલિયા માટે હેટ્રિક લીધી હતી. કમિન્સે રાશિદ ખાન, કરીમ જનાત અને ગુલબદિન નાયબને સતત બોલ પર આઉટ કર્યા હતા. પેટ કમિન્સે સતત બીજી મેચમાં હેટ્રિક લીધી છે. આ પહેલા તેણે બાંગ્લાદેશ સામેની છેલ્લી મેચમાં પણ હેટ્રિક લીધી હતી. આ સિવાય એડમ ઝમ્પાએ બે અને માર્કસ સ્ટોઈનિસે એક વિકેટ ઝડપી હતી.


Related Posts

Load more