મેક્સિકોમાં બસ દુર્ઘટનામાં 15 લોકોના મોતની આશંકા છે

By: nationgujarat
04 Aug, 2023

સ્થાનિક મીડિયાએ અહેવાલ પ્રમાણે  મેક્સિકોમાં બસ અસકસ્માતમાં 15ના મોત થયા છે.  એલિટ પેસેન્જર બસ મેક્સિકો સિટીથી રવાના થઈ હતી અને તિજુઆના તરફ જઈ રહી હતી તે સમયે અકસ્માત નડયો છે,

મેક્સિકોમાં બસ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત અને 21 લોકો ઘાયલ થયા હોવાનું માનવામાં આવે છે.

રાજ્યના અધિકારીઓએ જણાવ્યું કે બસ કોતરમાં ખાબકી હતી.

આ દુર્ઘટના ગુરુવારે વહેલી સવારે પશ્ચિમી તટીય રાજ્ય નાયરિતમાં બની હતી.

એલિટ પેસેન્જર બસ તિજુઆના તરફ જઈ રહી હતી ત્યારે રાજ્યની રાજધાની ટેપિકની બહાર બરાન્કા બ્લાન્કા નજીક હાઈવે પર આ ઘટના બની હતી.

 


Related Posts

Load more