Asian Games 2026: 21 ગોલ્ડ સહિત ભારતે જીત્યા 85 મેડલ, શાનદાર પ્રદર્શન પર PM મોદીએ ખેલાડીઓને વધાવ્યા

By: Nation Gujarat Team
05 Oct, 2026

Asian Games 2026 : એશિયન ગેમ્સ 2026 (Asian Games 2026) માં ભારતીય ખેલાડીઓના પ્રદર્શન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતીય દળને અભિનંદન પાઠવ્યા છે. PM Modiએ ખેલાડીઓના દૃઢ નિશ્ચય, ઉત્સાહ અને રમતગમતની ભાવના (Sporting Spirit)ની પ્રશંસા કરતાં કહ્યું કે દરેક ખેલાડીએ ગૌરવ સાથે દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમણે મેડલ જીતનારા તમામ ખેલાડીઓને પણ ખાસ શુભેચ્છા આપી હતી.

જાપાનના આઇચી-નાગોયા (Aichi-Nagoya)માં યોજાયેલી સ્પર્ધામાં ભારતે કુલ 85 મેડલ સાથે Medal Tallyમાં ચોથું સ્થાન મેળવ્યું. તેમાં 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. એશિયન ગેમ્સના ઇતિહાસમાં આ ભારતનો બીજો સૌથી મોટો મેડલ જથ્થો છે.

PM Modiએ ખેલાડીઓ માટે શું કહ્યું?

વડાપ્રધાને X પર લખ્યું કે Asian Games 2026ના સમાપન સમયે તેઓ ભારતીય દળના દરેક સભ્યને અભિનંદન પાઠવે છે. તેમના મતે ખેલાડીઓએ Determination, Passion અને ઉત્તમ Sportsmanship સાથે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. મેડલ વિજેતાઓના પ્રદર્શનથી સમગ્ર દેશને અપાર ખુશી મળી હોવાનું પણ તેમણે જણાવ્યું. PM Modiએ આશા વ્યક્ત કરી કે Aichi-Nagoyaનું આ પ્રદર્શન આગામી વર્ષોમાં ભારતીય ખેલાડીઓને વધુ મોટી સિદ્ધિઓ માટે પ્રેરિત કરશે અને Grassroots Level પર દેશની Sports Ecosystemને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.

ક્રિકેટ, કબડ્ડી અને હોકીમાં ગોલ્ડ

ભારત માટે Team Eventsમાં પણ અનેક યાદગાર સફળતાઓ મળી. પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમે પોતાના Asian Games Gold ટાઇટલ જાળવી રાખ્યા, જ્યારે પુરુષ અને મહિલા કબડ્ડી ટીમે પણ ગોલ્ડ મેડલ જીત્યા. પુરુષ હોકી ટીમે ફાઇનલમાં મલેશિયાને 5-1થી હરાવી સતત બીજી વખત ગોલ્ડ જીત્યો. બીજી તરફ મહિલા હોકી ટીમે ચીનને 1-0થી હરાવી 44 વર્ષ બાદ Asian Games Gold જીતવાનો ઇતિહાસ રચ્યો.

પ્રણવી, કુમકુમ અને લવલીનાએ રચ્યો ઇતિહાસ

વ્યક્તિગત ઇવેન્ટમાં પણ ભારતીય ખેલાડીઓએ અનેક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા. પ્રણવી ઉર્સ (Pranavi Urs) Asian Gamesમાં મહિલા Individual Golf Gold જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની. માત્ર 17 વર્ષની કુમકુમ મોહોડે (Kumkum Mohod) મહિલા Individual Recurve Archeryમાં ભારત માટે પ્રથમ Gold જીતી ઇતિહાસ રચ્યો.

બોક્સિંગમાં લવલીના બોરગોહેને (Lovlina Borgohain) Gold Medal જીત્યો અને મેરી કોમ બાદ Asian Games Boxing Gold જીતનારી બીજી ભારતીય મહિલા બની. ઉલ્લેખનીય છે કે, ભારતને સૌથી વધુ 24 મેડલ Athleticsમાંથી મળ્યા, જ્યારે Shootingમાં 15 મેડલ આવ્યા. Gold Medalની દૃષ્ટિએ Archery સૌથી સફળ રમત રહી, જેમાં ભારતીય તીરંદાજોએ 5 ગોલ્ડ પોતાના નામે કર્યા.


Related Posts

Load more