હોકી ટીમને અભિનંદન – ભારતીય હોકી ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો

By: nationgujarat
06 Oct, 2023

હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સના 13માં દિવસે ભારતે હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય પુરુષ હોકી ટીમે ગોલ્ડ મેડલ મેચમાં જાપાનને 5-1થી હરાવ્યું હતું.

ભારત તરફથી મનપ્રીત સિંહે 25મી મિનિટે, હરમનપ્રીત સિંહે 32મી અને 59મી મિનિટે, અમિત રોહિદાસે 36મી મિનિટમાં અને અભિષેકે 48મી મિનિટે ગોલ કર્યા હતા. જાપાન તરફથી તનાકાએ ટીમ માટે એકમાત્ર ગોલ 51મી મિનિટે કર્યો હતો. આ જીત સાથે ભારત પેરિસ ઓલિમ્પિક 2024 માટે પણ ક્વોલિફાય થઈ ગયું છે.

બીજી તરફ ટ્રાયલ વિના ભારત તરફથી એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કરનાર કુસ્તીબાજ બજરંગ પુનિયા બ્રોન્ઝ મેડલ મેચમાં જાપાનના યામાગુચી સામે એકતરફી મેચમાં 10-0થી હારી ગયો હતો.

આજે ભારતે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 8 મેડલ જીત્યા છે. કુલ મેડલની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે.

કુસ્તી, તીરંદાજી અને બ્રિજમાં પણ મેડલ

કુસ્તીમાં, મહિલાઓની 62 KG વજન વર્ગ પછી, ભારતને 76 KG ફ્રી સ્ટાઇલમાં પણ બ્રોન્ઝ મળ્યો. ભારતની કિરણે મંગોલિયાના ગાનબત અરિયુંજર્ગલને હરાવીને બ્રોન્ઝ જીત્યો હતો. બીજી તરફ, ભારતના અમને મેન્સ ફ્રીસ્ટાઈલ 57KG ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો. આ સાથે જ બ્રિજ ગેમની ટીમ ફાઇનલમાં ભારતે સિલ્વર મેડલ જીત્યો હતો.

આજે ભારતીય પુરૂષ ટીમને તીરંદાજીની રિકર્વ ટીમ ઈવેન્ટની ફાઇનલમાં સાઉથ કોરિયા સામે હાર્યા બાદ સિલ્વર મેડલથી સંતોષ લેવો પડ્યો હતો. તો, 21 વર્ષની સોનમ મલિકે 62 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનની જિયા લોંગને હરાવી હતી.

આ પહેલા ભારતીય મહિલા ટીમને સેમિફાઈનલમાં થાઈલેન્ડ સામે હારીને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. તીરંદાજી રિકર્વ મહિલા ટીમ પછી, એચએસ પ્રણયને બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મળ્યો.

ભારતના 100 મેડલ કન્ફર્મ
હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારત 100 મેડલના આંકને સ્પર્શવા માટે તૈયાર છે. આજે 7 મેડલ જીત્યા બાદ ભારતના મેડલની સંખ્યા વધીને 93 થઈ ગઈ છે. આ સાથે આજે ભારતે 6 રમતોમાં પોતાના 9 મેડલ નિશ્ચિત કર્યા છે. આ હિસાબે ભારત 100 મેડલ જીતવાની નજીક છે.


Related Posts