નિશિનઃ એશિયન ગેમ્સ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી પુરુષોની ક્રિકેટ ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 6 વિકેટે 211 રન બનાવ્યા છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હવે પાકિસ્તાન સામે ગોલ્ડ મેડલ જીતવા માટે 212 રનનો લક્ષ્યાંક છે.
ભારત માટે ઓપનર અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરતાં માત્ર 28 બોલમાં 61 રન બનાવ્યા. તેમની ઇનિંગમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થયો હતો. અભિષેકે શરૂઆતથી જ પાકિસ્તાની બોલરો પર દબાણ બનાવ્યું અને ભારતને ઝડપી શરૂઆત અપાવી.
યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ 9 બોલમાં 15 રન બનાવ્યા, જ્યારે સંજુ સેમસન માત્ર 2 રન બનાવી આઉટ થયો.
ભારતની ઇનિંગ્સના અંતિમ તબક્કામાં તિલક વર્મા અને શિવમ દુબેએ પાકિસ્તાની બોલિંગની ધોલાઈ કરી.
તિલક વર્માએ માત્ર 22 બોલમાં અણનમ 51 રન બનાવ્યા. તેમની ઇનિંગમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થયો. તિલકની સ્ટ્રાઇક રેટ 231થી વધુ રહી હતી.
બીજી તરફ શિવમ દુબેએ 15 બોલમાં 27 રનની ઝડપી ઇનિંગ રમી. બંનેની આક્રમક બેટિંગને કારણે ભારતે અંતિમ ઓવરોમાં ઝડપથી રન બનાવ્યા અને 200નો આંકડો પાર કર્યો.
ભારતે 20 ઓવરમાં 211/6નો સ્કોર બનાવ્યો.
પાકિસ્તાન તરફથી અરાફાત મિનહાસે 2 વિકેટ ઝડપી હતી. અહમદ દાનિયાલે પણ 2 વિકેટ મેળવી હતી. પાકિસ્તાની સ્પિનરોએ મેચના મધ્ય ઓવરોમાં ભારતના રન રેટને થોડો ધીમો કર્યો હતો, પરંતુ અંતિમ ઓવરોમાં તિલક અને દુબેએ ફરીથી ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું.