પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાએ એશિયા કપ 2023 માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. પરંતુ ભારતીય ટીમ અને અફઘાન ટીમની હજુ રાહ જોવાઈ રહી છે. તમને જણાવી દઈએ કે એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થશે અને 17 સપ્ટેમ્બર સુધી રમાશે. ટૂર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લેશે, જેને 2 ગ્રુપમાં વહેંચવામાં આવશે. એશિયા કપ અંતર્ગત ફાઈનલ સહિત કુલ 13 મેચો રમાશે. આ વખતે ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલના આધારે ODI ફોર્મેટમાં રમાશે. જેમાંથી 4 મેચ પાકિસ્તાનમાં અને 9 મેચ શ્રીલંકામાં રમાશે.જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ બોર્ડ હજુ પણ બે ખેલાડીઓ શ્રેયસ અય્યર અને કેએલ રાહુલના સંપૂર્ણ સ્વસ્થ થવાની રાહ જોઈ રહ્યું છે. બંને ખેલાડીઓ ઈજામાંથી સાજા થયા બાદ પરત ફર્યા છે અને એનસીએમાં રિહેબિંગ કરી રહ્યા છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો 19 ઓગસ્ટે બેઠક બાદ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી શકે છે. વાસ્તવમાં, આ વખતે એશિયા કપ ODI ફોર્મેટમાં થઈ રહ્યો છે.
એશિયા કપમાં ભારતની પહેલી મેચ પાકિસ્તાન સામે રમાવી છે અને પછી નેપાળ સામે રમાવાની છે. 2 સપ્ટેમ્બરના રોજ ભારતની પહેલી મેચ રમાશે પાકિસ્તાન સામે
જો કે મળતા સમાચાર પ્રમાણે આજે જાહેરાત થઇ શકે છે ટીમની તો બીજી તરફ પાકિસ્તાન, બાંગ્લાદેશ ,શ્રીલંકા, નેપાળ ટીમની જાહેરાત કરી દીધી છે.