આવકવેરા વિભાગે કર્ણાટક, તેલંગાણા, દિલ્હી અને આંધ્રપ્રદેશમાં 55 થી વધુ સ્થળોએ કોન્ટ્રાક્ટરો અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ પર તેના ચાલુ દરોડાઓમાં લગભગ 94 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે.
સીબીડીટીએ જણાવ્યું કે આ દરોડા દરમિયાન 94 કરોડ રૂપિયા રોકડા, 8 કરોડ રૂપિયાના સોના અને હીરાના ઘરેણાં અને 30 લક્ઝરી ઘડિયાળો જપ્ત કરવામાં આવી છે. 12 ઓક્ટોબરના રોજ સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું અને આ સમયગાળા દરમિયાન વિભાગે બેંગલુરુ અને પડોશી રાજ્યો તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક શહેરો તેમજ દિલ્હીમાં પણ 55 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (એસબીડીટી) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સર્ચના પરિણામે લગભગ રૂ. 94 કરોડની બિનહિસાબી રોકડ અને રૂ. 8 કરોડથી વધુની કિંમતના સોના અને હીરાના આભૂષણો જપ્ત કરવામાં આવ્યા છે, જે કુલ રૂ. 102 કરોડથી વધુ છે.” . સીબીડીટીએ આરોપીની ઓળખ જાહેર કર્યા વિના જણાવ્યું હતું કે, “આ ઉપરાંત, એક ખાનગી પગારદાર કર્મચારીના પરિસરમાંથી લગભગ 30 લક્ઝરી વિદેશી કાંડા ઘડિયાળોનો સંગ્રહ મળી આવ્યો હતો.”
“બિનહિસાબી” રોકડની વસૂલાત બાદ, કર્ણાટકની સત્તાધારી કોંગ્રેસ અને વિપક્ષ ભાજપ વચ્ચે આ મુદ્દા પર શબ્દ યુદ્ધ છેડાયું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ નલિન કુમાર કાતિલે કહ્યું કે આ પૈસા કોંગ્રેસ સાથે સંબંધિત છે. દરમિયાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ આરોપને પાયાવિહોણા ગણાવ્યા છે. તમને જણાવી દઈએ કે CBDT આવકવેરા વિભાગ માટે નીતિઓ બનાવે છે.
દરોડા દરમિયાન દસ્તાવેજોની હાર્ડ કોપી અને ડિજિટલ ડેટા પણ જપ્ત કરવામાં આવ્યા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આરોપીઓએ માત્ર કરચોરી જ નહીં પરંતુ કોન્ટ્રાક્ટરોએ નકલી ખરીદી કરીને ખર્ચ વધારીને તેમની આવક ઓછી કરી હતી. દરોડા દરમિયાન, ગુડ્સ રિસિપ્ટ નોટ (GRN) વેરિફિકેશનમાં વિસંગતતાઓ મળી આવી હતી અને ઘણા દસ્તાવેજોમાં મોટી વિસંગતતાઓ મળી આવી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ કોન્ટ્રાક્ટરો બિન-વ્યાવસાયિક હેતુઓ માટે બુકિંગ ખર્ચમાં પણ સામેલ હતા.