અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીન પર ઓચિંતી તપાસ હાથ ઘરી હતી . તપાસમાં સ્વચ્છતાના અભાવે રૂપિયા 3 હજારનો દંડ ફટકારવામાં આવ્યો. કેન્ટિનમા હજારો વિદ્યાર્થીઓ ભોજન લે છે. તપાસ કરવા ગયેલી ટીમને કેન્ટીનમા ગદંકી જોવા મળી હતી જે પગલે દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઘટના પ્રકાશમાં આવતા ગુજરાત યુનિવર્સિટીના વહિવટી તંત્ર પર બેદરકારી મામલે સવાર કર્યા છે. આ પ્રથમ ઘટના નથી કે ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીન વિવાદમાં આવી હોય. કેન્ટીનમાથી લેવામાં આવેલ ખાદ્ય પદાર્થ લેબોરેટરીમા નિષ્ફળ ગયા હતા તે સમયે પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી છે. કેન્ટીમા ગદંકીના કારણે વિદ્યાર્થીઓમા પણ રોષ જોવા મળ્યો છે પરંતુ વિદ્યાર્થીઓને મજબુરીમા ભોજન લેવુ પડે છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે તંત્રએ ફકત સામાન્ય દંડ ફટકારી સંતોષ માની લીધો પરંતુ કડક કાર્યવાહી કરવી જોઇતી હતી