શારદીય નવરાત્રી મહોત્સવના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જેના નામે વિશ્વભરમાં ગરબા રમાય છે તેવી મા અંબાના મૂળ સ્થાન શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રી મહોત્સવને લઈ તૈયારીઓ શરુ કરી દેવાઈ છે.
આગામી તારીખ 11 ઓક્ટોબર થી મા અંબાનો ચાચર ચોક ખૈલેયાઓથી ઉભરાશે. નવરાત્રીના પ્રથમ દિવસે નીજ મંદિરમાં ઘટ સ્થાપના કરી નવરાત્રીો પ્રારંભ થનાર છે, જેમાં ઘટસ્થાપન આસો સુદ એકમના 11 ઓક્ટોબરે સોમવારના શુભ મૂહુર્તમાં સવારે 09.00થી 10.30* કલાક સુધીમાં કરવામાં આવશે. જ્યારે દુર્ગાષ્ટમી અને આસોની પૂનમના રોજ સવારની આરતી 6.00 કલાકે થશે અને વાવેલા જવેરાનું ઉત્થાપન આઠમના રોજ કરવામાં આવશે. જ્યારે નવરાત્રીથી અંબાજી મંદિરમાં પણ દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવેલો છે જે આ મુજબ રહેશે.
*સવારે આરતી—7.30થી 8.00*
*સવારે દર્શન – 8.00થી 11.30*
*બપોરે દર્શન- 12.30 થી 4.15*
*સાંજે આરતી- 6.30 થી 7.00*
જ્યારે સાંજે દર્શન 7.00થી રાત્રીના 9.00 કલાક સુધી કરી શકાશે અને ત્યાર બાદ ચાચર ચોકમા ગરબાનો કાર્યક્રમ શરુ થશે
જોકે આમ તો વર્ષ દરમ્યાન કુલ ચાર નવરાત્રી આવે છે જેમા ખાસ કરીને આસો મહિનાની નવરાત્રીમાં નવ દેવીઓની આરાધના કરવામાંઆવે છેને આઠમે ઉત્થાપન કરી માતાજીને નૈવેધ ધરાવી નવરાત્રી પૂર્ણ કરાશે જોકે આ વખતે બે પૂનમનો સંયુક્ત બનતા દૂધપૌવા તારીખ 25 ઓક્ટોબરના રાત્રે12 કલાકે ધરાવી કપૂર આરતી કરવામાંઆવશે.અને વ્રતની પૂનમ 25 ઓક્ટોબર એ મનાશે. અંબાજી મંદિરે આવતા લાખો શ્રદ્ધાળુઓને દર્શન માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું અધિક કલેક્ટર એ જણાવ્યું હતુ
આ નવરાત્રી અંબાજીમાં મંગલા, આરતી, સાયંકાળ આરતી સાથે જવારાની વિશેષ આરતી સાથે દિવસ દરમ્યાન ત્રણ સમય આરતીનો લાભ ભક્તોને મળશે.