હવે લાઇસન્સ વગર વાહન ચલાવ્યું તો દંડ ભરવા તૈયાર રહો

By: nationgujarat
25 Aug, 2023

તથ્ય પટેલે કરેલ અકસ્માત બાદ પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રાઇવ યોજી વાહનચાલકોને દંડવામાં આવ્યા હતા તથા અનેક વાહન જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસ જપ્ત કરેલ વાહન RTOમાં જમા થયા હતા, જેની પાસેથી RTO દ્વારા દંડ લેવામાં આવ્યો હતો. માત્ર એક મહિનામાં 1442 વાહન ચાલકો પાસેથી 47.60 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.

અકસ્માત બાદ ટ્રાફિક પોલીસની કાર્યવાહી
તથ્ય પટેલના અકસ્માત બાદ અમદાવાદ પોલીસ તથા ટ્રાફિક પોલીસ દ્વારા ઠેર ઠેર કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ વાહનચાલકો સામે કેસ કરવામાં આવ્યા હતા. જેમાં ઓવર સ્પીડ, ડ્રીંક એન્ડ ડ્રાઇવ, લાયસન્સ વિના વાહન ચલાવવું, વાહન ચલાવતા કાગળ ન હોવા સહિતના અલગ અલગ ગુનામાં વાહન જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરેલ વાહનચાલક સામે RTO દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

RTOમાં 1,442 વાહન જપ્ત કરાયા
20 જુલાઈએ અકસ્માત થયો તે બાદ 21 જુલાઈથી કાર્યવાહી કરવામાં આવી હતી. 21 જુલાઈથી 20 ઓગસ્ટ સુધી 1 મહિના દરમિયાન RTOમાં 1,442 વાહન જપ્ત કરવામાં આવ્યા હતા. આ જપ્ત કરેલા વાહનચાલકો પાસેથી 47,60,157 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો છે. RTO દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. દંડની રકમ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલક એમ બંને પાસેથી વસૂલવામાં આવી છે. RTO દ્વારા પણ અલગથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વાહન માલિક પાસેથી 47 લાખથી વધુની રિકવરી
આ અંગે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી આશિષ પરમારે જણાવ્યું હતું કે, ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ 1 મહિનામાં કેસ કરીને 47 લાખથી વધુની રિકવરી કરવામાં આવી છે. લાયસન્સ, બેફામ વાહન ચલાવવું, રોડ સેફ્ટીને લગતા ગુના સહિત ગુના મામલે દંડ લેવામાં આવ્યો છે. અત્યારે RTOની કામગીરી 24 કલાક ચાલુ જ છે. RTO ઇન્સ્પેકટર હાજર રહીને કાર્યવાહી કરી રહ્યા છે.bre


Related Posts

Load more