રાજયમા ક્રાઇમની ઘટના સતત વઘી રહી છે જેને લઇ પોલીસ વિભાગ એકશન મોડમા આવી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગુન્હાખોરી રોકવા એક નવી પહેલ શરૂ કરી.પોલીસે ગ્રામિણ વિસ્તારમાં રહેતા તમામ શ્રમિકોની નોંધણી કરવા એક ડિજિટલ પોર્ટલ શરૂ કર્યુ છે. આ પોર્ટમા શ્રમિકોની વિગત રાખવામાં આવશે. અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિસ્તારમાં 10 હજાર જેટલી કંપનીઓ આવેલી છે જેમા અંદાજે પાંચ લાખ જેટલા શ્રમિકો કામ કરી રહ્યા છે તે તમામની વિગત પોર્ટલમા એડ કરવામાં આવશે. આનો હેતુ કોઇ ગુન્હાહીત કાર્ય અટકાવવાનો છે.
લોગઇન આઇડી કંપની અને લેબર કોન્ટ્રાકટરને આપવામાં આવશે.
ગુજરાતમા મોટી સંખ્યામાં લોકો રોજગારી માટે આવી રહ્યા છે કેટલાક શ્રમિકો રોજગાર મેળવા આવી ગુન્હાહિત કાર્યોને અંજામ આપી અન્ય રાજયોમા ફરાર થઇ જતા હોય છે. આવા આરોપીઓની પુરતી વિગત પોલીસ પાસે ઉપલબ્ધ હોતી નથી જેથી તેમને પકડમા ઘણી મુશ્કેલી પડે છે. જે માટે પોલીસે એક નવો કિમિયો અપનાવ્યો છે જેમા પોર્ટલ થકી અન્ય રાજયોમાથી આવતા શ્રમિકોની વિગત માટે લોગઇન આઇડી કંપની અને કોન્ટ્રાકટરને આપવામાં આવશે જેથી તેમની વિગત મળી રહે.
પોર્ટલમા શ્રમિકોના નામ,કયાથી આવ્યા છે તે રાજયનુ નામ મોબાઇલ નંબર સરનામાની વિગતો,પુરવા અને આઇડી ઓળખ કાર્ડ તૈયાર કરવામાં આવશે. અમદાવાદ ગ્રામ્યમા નાની-મોટી દસ હજાર કંપનીઓ આવેલ છે જેમા અંદાજે પાંચ લાખ જેટલા શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે. શ્રમિકો કઇ કંપનીમા કયારથી કામ કરી રહ્યા છે તેમને લગતી કોઇ વિગત પોલીસ પાસે હોતી નથી. આવા શ્રમિકો કોઇ ગુન્હામા સંડોવાયેલા હોય ત્યારે પોલીસને તપાસમા લાબો સમય નીકળી જાય છે જેથી પોર્ટલ તેમને મદદરૂપ થશે. કલેકટર દ્વારા એક જાહેરનામુ તૈયાર કરાવી કંપની અને લેબર કોન્ટ્રાકટરોને સુચના આપવામાં આવશે. ખોટી માહિતી ભરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.