અમદાવાદ ના નારોલ વિસ્તાર માં આવેલા અલીફનગર માં ફાયરિંગ ની ઘટના પ્રકાશ માં આવી છે , પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કરવાની ઘટના ચકચાર બની. બપોર ના સમયે મળવા આવેલા પ્રેમીએ ‘ફાયરિંગ‘ કરતા પ્રેમિકા નો આબાદ બચાવ થયો હતો , સામાન્ય ઇજા પહોંચતા એને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ . પ્રેમિકા ને સામાન્ય ઇજા પહોંચી છે.
અમદાવાદ ના નારોલ માં આવેલા અલીફનગર માં પ્રેમી એ પ્રેમિકા પર કઈ વાત ને લઇ ને ફાયરિંગ કર્યું હતું તે અંગે નારોલ પોલીસ માહિતી મેળવી રહી છે, સ્થળ પર પહોંચી ને નારોલ પોલીસ એ તાપસ ચાલુ કરી દીધી છે. પ્રેમી (યુવક) અને પ્રેમિકા (યુવતી) કેટલા સમય થી પરિચય માં હતા ? કેમ પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કર્યું એ વાત નું તથ્ય જાણવા નારોલ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે
મળતી માહિતી મુજબ યુવતી એ અન્ય યુવક સાથે સગાઇ કરતા એક તરફી પ્રેમ માં પાગલ બનેલા યુવકે યુવતી ને મોતને ઘાટ ઉત્તરવા નો પ્લાન કર્યો હતો. યુવકે મધ્યપ્રદેશ થી આવી ને નારોલ વિસ્તારમાં યુવતી પર એટલે કે પોતાની પ્રેમીકા પર ફાયરિંગ કર્યું હતું.
ફાયરિંગ ની ઘટના ને પગલે પોલીસ ના ઉચ્છ અધિકારીઓ સહીત નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો , હાલ માં પોલીસે ફરાર આરોપી ને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કાર્ય છે. ધોળા દિવસે યુવતી પાર ફાયરિંગ થતા સમગ્ર વિસ્તાર માં ભય નો માહોલ છવાયો હતો.
યુવતીએ અન્ય યુવક સાથે સગાઈ કરતા એક તરફા પ્રેમમાં યુવકે યુવતીને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન ઘડ્યો હતો. મધ્યપ્રદેશથી આવીને યુવકે નારોલમાં પ્રેમિકા પર એક રાઉન્ડ ફાયરિંગ કરી સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતા નારોલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઝોન 6 ડીસીપી અને તેમની સ્કવોડ સહિતની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.ગણતરીના કલાકોમાં આરોપી પ્રેમી અરબાઝ ખાન ઉર્ફે ભૂરો રંગરેઝની ઝોન 6 LCB ટીમે પકડી ઝડપી પાડ્યો છે.
નોંધનીય છે કે, છાશવારે આવી જાહેરમાં ગોળીબાર અને અસામાજિક તત્ત્વો દ્વારા હથિયારો વડે કરવામાં આવતા હુમલાએ અમદાવાદ જેવા વિકસિત શહેર માટે ચિંતાજનક વિષય છે. તેમજ રાજ્ય અને શહેરના કાયદો અને વ્યવસ્થા પર મોટો પ્રશ્ન ઊભો કરે છે. અવાર-નવાર બનતી આવી ઘટનાઓ પુરવાર કરે છે કે, જનતામાં ન તો કાયદો અને વ્યવસ્થાનું કોઈ ભાન રહ્યું છે અને ન તો પોલીસનો કોઈ ડર રહ્યો છે.
