શિવરંજની સોસાયટીમાં સ્થાનિકોની પીજીમાં રહેતી યુવતીઓ સાથે પહેરવેશની માથાકુટમાં સામ સામે ફરિયાદ

By: nationgujarat
02 Oct, 2023

Ahmedabad: અમદાવાદની શિવરંજની સોસાયટીમાં PGમાં રહેતી યુવતીઓ અને સ્થાનિકો વચ્ચે માથાકૂટ થઈ. PGમાં રહેતી યુવતીઓ ટૂંકા કપડા પહેરી સોસાયટીમાં ફરતી હોવા મુદ્દે સ્થાનિક મહિલાઓ સાથે બોલાચાલી થઈ. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે PGની યુવતી ટૂંકા કપડા પહેરીને મોડી રાત્રે ગમે ત્યારે આવ-જા કરે છે. યુવતીઓએ આક્ષેપ કર્યો કે સ્થાનિકો વારંવાર ટોર્ચર કરીને ઝપાઝપી કરે છે. સેટેલાઈટ પોલીસે બંને પક્ષની અરજી લઈને તપાસ હાથ ધરી છે.હાલ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. યુવતીઓના પહેરવેશને લઈને સ્થાનિકો મહિલાઓએ અણછાજતા આક્ષેપો કર્યા હતા. સમગ્ર મામલે બોલાચાલી ઝપાઝપી સુધી પહોંચી હતી.


Related Posts