અમદાવાદ: બાવળા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 10ના મોત

By: nationgujarat
11 Aug, 2023

અમદાવાદ: બગોદરા હાઈવે પર ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. ટ્રકની પાછળ મિનિ ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ઘટનસ્થળે ૯ના મોત અન્યને ઇજા પહોંચી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

બંધ ટ્રક પાછળ છોટા હથી વાન અથડાતાં અક્સ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતની ઘટના મીઠાપુર ગામ પાસે બની છે. બગોદરા પોલિસ અને ૧૦૮ ઘાટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. ઇજાગ્રસ્તોને બગોદરા આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયા છે.

ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બેફામ ગતિએ ચાલતાં વાહનો દ્વારા વધુ પ્રમાણમાં અકસ્માત થઈ રહ્યાં છે. ત્યારે આજે અમદાવાદ બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

બંધ ટ્રકની પાછળ મિની ટ્રક ઘુસી જતાં અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં 10 લોકોના મોત થયાં હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે ચોટીલાથી દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે.


Related Posts