SL VS AFG – અફઘાનિસ્તાને શ્રીલંકાને 7 વિકેટ હરાવ્યું, શ્રીલંકા સેમિફાઇનલમાંથી બહાર

By: nationgujarat
30 Oct, 2023

અફઘાનિસ્તાને ફરી ઉલટફેર કર્યો આ વખતે શ્રીલંકાને હરાવ્યું છે પોઇન્ટ ટેબલમાં 5 માં સ્થાને પહોંચી ગયુ છે. અફઘાને પહેલા ઇંગ્લેન્ડને પાક્સ્તાનને અને આજે શ્રીલંકાને હરાવ્યું છે અફઘાનિસ્તાને સેમિફાઇનલ માટે આશા જાળવી રાખી છે.

અફઘાનિસ્તાન અને શ્રીલંકા વર્લ્ડ કપ 2023ની 30મી મેચ પૂણેમાં રમાઈ રહી છે. અફઘાનિસ્તાન સામે પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 49.3 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 241 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી પથુમ નિસાન્કાએ સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકીએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની શરૂઆત સારી રહી ન હતી. ટીમે છઠ્ઠી ઓવરમાં દિમુથ કરુણારત્નેની વિકેટ ગુમાવી હતી. તે માત્ર 15 રન બનાવી શક્યો હતો. પથુમ નિસાંકા 60 બોલમાં 46 રન બનાવીને આઉટ થયો હતો. કુસલ મેન્ડિસે 50 બોલમાં 39 રન બનાવ્યા હતા. આ પછી શ્રીલંકાએ નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. સાદિરા 36 રન બનાવીને આઉટ થઈ ગયો હતો

આ મેચમાં શ્રીલંકાએ અફઘાનિસ્તાનને જીતવા માટે 242 રનનો ટાર્ગેટ આપ્યો છે. શ્રીલંકા તરફથી પથુમ નિસાન્કાએ સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકીએ ચાર વિકેટ ઝડપી હતી. રહમત શાહે મેચમાં સતત બીજી અડધી સદી ફટકારી હતી. તેણે 74 બોલમાં 62 રનની ઇનિંગ રમી હતી. રહમતે હશમતુલ્લાહ શાહિદી સાથે ત્રીજી વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી.  ૉઅફઘાનિસ્તા ટીમથી રહમતે સૌથી વધુ 62 રન કર્યા   હસ્મુતુલાહે 55 રન અને અઝમુતલાહએ 65 રન કરી લંકાને મેચમાં હરાવ્યું  હસ્મુતલાહ અને અઝમુલાહે 100 થી વધુ રનની ભાગીદારી કરી

Fall of wickets: 1-0 (Rahmanullah Gurbaz, 0.4 ov), 2-73 (Ibrahim Zadran, 16.5 ov), 3-131 (Rahmat Shah, 27.6 ov) •

અફઘાનિસ્તાન સામેની આ મેચમાં શ્રીલંકાની બેટિંગ ઘણી નબળી જોવા મળી હતી. ફાસ્ટ બોલર ફઝલ હક ફારૂકીના નેતૃત્વમાં અફઘાનિસ્તાને શ્રીલંકાને 241 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ફારૂકીએ 34 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. સ્પિનર ​​મુજીબ ઉર રહેમાન (38 રનમાં 2 વિકેટ)એ પણ બે વિકેટ ઝડપી હતી જેના કારણે શ્રીલંકાની ટીમ 49.3 ઓવર સુધી મર્યાદિત રહી હતી.

શ્રીલંકા તરફથી ઓપનર બેટ્સમેન પથુમ નિસાન્કાએ સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. સુકાની કુસલ મેન્ડિસે 39 અને સદિરા સમરવિક્રમે 36 રન બનાવ્યા હતા. નીચલા ક્રમમાં મહિષ તિક્ષાનાએ 29 રન બનાવ્યા હતા જ્યારે અનુભવી એન્જેલો મેથ્યુઝે 23 રનની ઈનિંગ રમીને ટીમને સન્માનજનક સ્કોર સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટોસ હારીને બેટિંગ કરવા આવ્યા બાદ શ્રીલંકા માટે નિસાંકા સારા ફોર્મમાં જોવા મળી હતી.

અગિયારમાં કુસલ પરેરાના સ્થાને આવેલા ઓપનર દિમુથ કરુણારત્નેને જોકે અફઘાનિસ્તાનના બોલરોની સચોટ બોલિંગ સામે સંઘર્ષ કરવો પડ્યો હતો. ફારૂકીએ આખરે છઠ્ઠી ઓવરમાં કરુણારત્નેને એલબીવીંગ કરીને અફઘાનિસ્તાનને પ્રથમ સફળતા અપાવી હતી. મેદાન પરના અમ્પાયરે તેને નોટઆઉટ આપ્યો હતો પરંતુ ડીઆરએસ લીધા બાદ અમ્પાયરે પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો. કરુણારત્નેએ 15 રન બનાવ્યા હતા.

નિસાંકા અને મેન્ડિસે બીજી વિકેટ માટે 62 રનની ભાગીદારી કરીને દાવ સજાવ્યો હતો. નિસાન્કાએ 13મી ઓવરમાં ઝડપી બોલર નવીન ઉલ હક પર શાનદાર ફોર ફટકારી હતી. જોકે, જ્યારે નિસાન્કા તેની પાંચમી અડધી સદીની નજીક હતો ત્યારે તે ઝડપી બોલર અઝમત ઓમરઝાઈના બોલ પર વિકેટકીપર રહેમાનુલ્લા ગુરબાઝના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 60 બોલનો સામનો કર્યો અને પાંચ ચોગ્ગા ફટકાર્યા.

અફઘાનિસ્તાનના બોલરોએ બેટ્સમેનોને સતત દબાણમાં રાખ્યા હતા અને રન રેટ ક્યારેય પ્રતિ ઓવર પાંચ રનથી વધુ ન હતો. મુજીબ, રાશિદ ખાન (50 રનમાં 1 વિકેટ) અને પોતાની 100મી વનડે રમી રહેલા મોહમ્મદ નબીની સ્પિન ત્રિપુટીએ શ્રીલંકાના બેટ્સમેનોને મુક્તપણે રમવા દીધા ન હતા. સમરવિક્રમ અને મેન્ડિસ પર રન રેટ વધારવાનું દબાણ સ્પષ્ટ દેખાતું હતું. કેપ્ટન મેન્ડિસ આખરે મોટો શોટ રમવાના પ્રયાસમાં મુજીબના બોલ પર નજીબુલ્લાહ ઝદરાનના હાથે કેચ આઉટ થયો હતો.

ત્યારબાદ મુજીબે સમરવિક્રમને એલબીડબલ્યુની જાળમાં ફસાવીને 30મી ઓવરમાં શ્રીલંકાના સ્કોર ચાર વિકેટે 139 રન પર પહોંચાડ્યો હતો. ચરિથ અસલંકા (22), ધનંજય ડી સિલ્વા (14) અને દુષ્મંથા ચમીરા (01) અસરકારક ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા હતા પરંતુ મેથ્યુસ અને તિક્ષાનાએ આઠમી વિકેટ માટે 45 રન ઉમેરીને ટીમના સ્કોરને 250 રનની નજીક પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

લક્ષ્યનો પીછો કરવા નીકળેલા અફઘાનિસ્તાન માટે શરૂઆત ખાસ રહી ન હતી. ટીમની પ્રથમ વિકેટ સ્કોરબોર્ડ પર કોઈ રન બનાવ્યા વિના પડી હતી. જોકે, ત્યારપછીના બેટ્સમેનોએ સાવધાનીપૂર્વક રમી અને મહત્વની ભાગીદારી કરી, ધીમે ધીમે ટીમને જીત તરફ લઈ ગઈ.

અફઘાનિસ્તાનની આ જીતમાં રહમત શાહે જોરદાર પ્રદર્શન કર્યું હતું. રહમત શાહે 74 બોલમાં 62 રનની જોરદાર ઇનિંગ રમી હતી. આ સિવાય કેપ્ટન હશમતુલ્લાએ 58 રનની અણનમ ઇનિંગ રમીને જીત પર મહોર મારી હતી અને અઝમતુલ્લાલે 63 બોલમાં 73 રનની અણનમ ઇનિંગ રમી હતી. અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમની 6 મેચમાં આ ત્રીજી જીત છે.


Related Posts