અદાણી કંપની દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ. 2.30નો નવો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે હવે નવો ભાવ રૂ.98.47થી વધીને રૂ.100.77 પહોંચી ગયો છે. નોંધનીય છે કે, આ પૂર્વે 23 ઓક્ટોબરે પણ CNGના ભાવમાં રૂ.4.45નો મોટો વધારો કરવામાં આવ્યો હતો. આ રીતે દિવાળીના તહેવારના થોડા જ દિવસો પહેલાં સતત બીજી વખત ભાવવધારો થતાં CNGનો ભાવ રૂ.100ની ઐતિહાસિક સપાટી વટાવી ગયો છે.
તહેવારોના ટાણે જ આવેલા આ વધારાને કારણે સામાન્ય નાગરિકો, દૈનિક અપ-ડાઉન કરતા વાહનચાલકો અને ખાસ કરીને રિક્ષાચાલકોની કમાણી પર સીધી અસર પડશે અને તેમણે મોંઘવારીનો વધુ એક આકરો માર સહન કરવાનો વારો આવ્યો છે.
5 વર્ષમાં CNGના કિલોના ભાવમાં કેટલાંનો વધારો?
| તારીખ | વધારો/ઘટાડો (રૂ. પૈસા) |
| 5 નવેમ્બર, 2026 | ▲ 2.03 |
| 23 ઓક્ટોબર, 2026 | ▲ 4.45 |
| 1 ઓગસ્ટ, 2026 | ▲ 4.00 |
| 19 જુલાઈ, 2026 | ▲ 2.00 |
| 27 મે, 2026 | ▲ 2.00 |
| 16 મે, 2026 | ▲ 2.25 |
| 2 એપ્રિલ, 2026 | ▲ 1.50 |
| 7 ફેબ્રુઆરી, 2026 | ▲ 0.50 |
| 1 જાન્યુઆરી, 2026 | ▼ 1.21 |
| 2 ઓગસ્ટ, 2025 | ▲ 1.00 |
| 11 એપ્રિલ, 2025 | ▲ 0.40 |
| 3 માર્ચ, 2025 | ▲ 0.50 |
| 2 જાન્યુઆરી, 2025 | ▲ 1.50 |
| 3 ડિસેમ્બર, 2024 | ▲ 0.22 |
| 21 ફેબ્રુઆરી, 2024 | ▲ 1.00 |
| 2 ઓક્ટોબર, 2023 | ▲ 0.15 |
| 1 ઓગસ્ટ, 2023 | ▲ 0.15 |
| 16 જુલાઈ, 2023 | ▲ 0.15 |
| 6 જુલાઈ, 2023 | ▲ 0.30 |
| 1 જુલાઈ, 2023 | ▲ 0.15 |
| 18 ઓક્ટોબર, 2022 | ▲ 7.56 |
| 1 ઓક્ટોબર, 2022 | ▲ 3.00 |
| 16 ઓગસ્ટ, 2022 | ▲ 3.48 |
| 4 ઓગસ્ટ, 2022 | ▲ 1.49 |
| 2 ઓગસ્ટ, 2022 | ▲ 1.99 |
| 3 જુલાઈ, 2022 | ▲ 1.31 |
| 16 એપ્રિલ, 2022 | ▲ 1.00 |
| 1 એપ્રિલ, 2022 | ▲ 7.00 |
| 24 માર્ચ, 2022 | ▲ 1.50 |
| 10 માર્ચ, 2022 | ▲ 2.00 |
| 3 માર્ચ, 2022 | ▲ 1.00 |
| 1 જાન્યુઆરી, 2022 | ▲ 2.50 |
| 19 ડિસેમ્બર, 2021 | ▲ 1.85 |
| 5 ડિસેમ્બર, 2021 | ▲ 0.75 |
| 2 નવેમ્બર, 2021 | ▲ 2.00 |
| 18 ઓક્ટોબર, 2021 | ▲ 1.50 |
| 11 ઓક્ટોબર, 2021 | ▲ 1.63 |
| 6 ઓક્ટોબર, 2021 | ▲ 1.30 |
| 2 ઓક્ટોબર, 2021 | ▲ 2.56 |
| 8 જુલાઈ, 2021 | ▲ 0.68 |
| 17 ફેબ્રુઆરી, 2021 | ▲ 0.95 |
| 25 જાન્યુઆરી, 2021 | ▲ 1.31 |
CNGના ભાવ વધારા પાછળના કારણો
અદાણી ગેસને બીજા ક્વાર્ટરમાં ₹173 કરોડનો નફો અદાણી ટોટલ ગેસે આ વર્ષના બીજી ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કરી દીધા છે. કંપનીને 173 કરોડ રૂપિયાનો નફો થયો છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન કંપનીને 163 કરોડ રૂપિયાનો નફો થયો હતો, એટલે કે આ વખતે નફામાં આશરે 5.9%નો વધારો થયો છે. કંપનીની આવક પણ 34% વધીને 2109 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન કંપનીની આવક 1,576 કરોડ રૂપિયા રહી હતી. CNG અને ઘરોમાં રસોઈ માટે વપરાતા PNGની માગ વધવાને કારણે કંપનીની કમાણીમાં આ તેજી જોવા મળી છે