AAP ના ઇસુદાન સાથે ગુજરાત કોંગ્રેસ નથી સહમત , ગઠબંધન અગે શું કહ્યુ કોંગ્રેસે જાણો

By: nationgujarat
08 Aug, 2023

ગઈકાલે 7 ઓગષ્ટે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ એક મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થશે. INDIA ગઠબંધન હેઠળ બંને પાર્ટીઓ મળીને ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણી લડશે. ઈસુદાન ગઢવીની આ જાહેરાત બાદ ગુજરાતના રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ થવા લાગી હતી. જો કે કોંગ્રેસે ગઈકાલે ઈસુદાનના નિવેદન પર કે ગુજરાતમાં AAP-કોંગ્રસના ગઠબંધન અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, પણ આજે ગુજરાત કોંગ્રેસે આ બાબતે ખુલીને પોતાનો પ્રતિભાવ આપી દીધો છે.ઈસુદાન ગઢવીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે ઈસુદાન ગઢવીનું નિવેદન ઘણું કસમયનું છે, આ પ્રકારના નિવેદનથી લોકોએ દૂર રહેવું જોઈએ. કોંગ્રેસ પક્ષનું ગંઠબંધન હોય કે બેઠક હોય કે  ટિકીટ આપવાની વાત હોય કે પ્રદેશ કક્ષાએ સત્તા નથી. જયારે ગઠબંધન થશે ત્યારે તેની જાહેરાત INDIA ગઠબંધન દ્વારા દિલ્લીથી કરવામાં આવશે. કોંગ્રેસ પ્રવક્તાએ આ પ્રતિક્રિયા આપી કોંગ્રેસે હાલ તો ઈસુદાનના નિવેદનથી છેડો ફાડ્યો છે.


Related Posts

Load more