​કુમકુમ મંદિર દ્વારા શ્રી મુક્તજીવન સ્વામીબાપાના ૪૭મા અંતર્ધાનોત્સવ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

By: Nation Gujarat Team
21 Sep, 2026

​સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાના ૪૭મા અંતર્ધાનોત્સવ દિનની ઉજવણી સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ – મણિનગર દ્વારા
હીરા માણેક ઇંગ્લીશ મીડીયમ સ્કુલ – નારોલ ખાતે ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી.

​આ પ્રસંગે શ્રી અબજીબાપાશ્રીની વાતોની પારાયણ તથા કીર્તન ભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ મોટિવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામીએ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના જીવન-કવન ઉપર પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું.

​આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, “શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયનો તથા હિન્દુ ધર્મનો પ્રચાર ને પ્રસાર કરવા માટે ઈ.સ. ૧૯૭૦માં આફ્રિકા, સૌપ્રથમ તેઓ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને સાથે લઈને પધાર્યા હતા અને દારૂ, માંસ, વ્યભિચાર આદિ દૂષણોથી યુક્ત પ્રજાને જ્ઞાનદાને મુક્તિ આપી છે. આવા મહત્તમ કાર્યોને કારણે આજે વિદેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક મંદિરો સ્થપાયા છે અને અનેક સત્સંગીઓ બન્યા છે.”

તેમને વધુમાં જણાવ્યું હતું કે, આપણું જીવન સત્સંગમય અને ભક્તિ મય હોવું જોઈએ. જીવનમાંથી ક્યારેપણ સદાચાર અને નીતિમત્તા ભુલાવી ન જોઈએ.
જીવનમાં જેટલું ભગવાનને પ્રાધાન્ય આપીશું તેટલા વધુ સુખી થઈશું.

આ પ્રસંગે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી એ જણાવ્યું હતું કે, જીવનપ્રાણ સ્વામી બાપાએ સૂત્ર આપ્યું છે કે. ભગવાન મુખ્ય અને વ્યવહાર ગૌણ કરવો.
આપણે જીવનમાં જેટલી ભગવાને પ્રાર્થના આપીશું તેટલા વધુ સુખી થઈશું. ભગવાનની આજ્ઞા પાળવાથી સુખી થવાય છે જે આજ્ઞા લોકોએ છે તે દુઃખી થાય છે. તેથી ભગવાન પ્રસન્ન થાય તેવું જીવન જીવવું જોઈએ.

આ પ્રસંગ મોટી સંખ્યામાં સત્સંગી હરિભક્તો અને શિક્ષક ગણે લાભ લીધો હતો.


Related Posts

Load more