Gujarat Police Recruitment: ગુજરાતના યુવાનો માટે પોલીસમાં જોડાવવાની એક સુવર્ણ તક સામે આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ-3ની લોકરક્ષક કેડર તથા ટેકનિકલ કેડર (M.T.)માં વિવિધ સંવર્ગની કુલ 3,000 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ 26 નવેમ્બર, 2026થી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે.
આ ભરતીમાં સૌથી વધુ જગ્યાઓ લોકરક્ષક કેડર હેઠળ ભરવામાં આવશે, જેમાં વિવિધ વિભાગોનો સમાવેશ થાય છે..
લોકરક્ષક ઉપરાંત મોટર ટ્રાન્સપોર્ટ (M.T.) વિભાગની ટેકનિકલ જગ્યાઓ માટે પણ ભરતી જાહેર કરાઈ છે…
લોકરક્ષક કેડરની જગ્યાઓ માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ 12 અથવા તેની સમકક્ષ પરીક્ષા ઉત્તીર્ણ કરેલી હોવી જરૂરી છે. દરેક કેડર મુજબ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, શારીરિક કસોટી (PET/PST) અને પસંદગી પ્રક્રિયાના નિયમો અલગ-અલગ હોઈ શકે છે. તેથી ઉમેદવારોએ અરજી કરતા પહેલાં સત્તાવાર જાહેરાત કાળજીપૂર્વક વાંચવી હિતાવહ છે.
પોલીસ ભરતીની અરજી કરવાની મહત્વની તારીખો અને સમયપત્રક
ઉમેદવારોને ઓનલાઈન ફોર્મ ભરવા માટે કુલ 21 દિવસનો સમયગાળો મળશે. મુખ્ય વિગતો નીચે મુજબ છે:
રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત સમયગાળા દરમિયાન OJASની સત્તાવાર વેબસાઈટ [ojas.gujarat.gov.in](https://ojas.gujarat.gov.in) પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતી અંગેની સંપૂર્ણ વિગતો, સૂચનાઓ અને પરિપત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ [gprb.gujarat.gov.in](https://gprb.gujarat.gov.in) પરથી મેળવી શકાશે.