Related Posts
Ahmedabad Nirnaynagar Fire News: અમદાવાદ શહેરના નિર્ણયનગર વિસ્તારમાં આવેલી ત્રિસા હોસ્પિટલ નજીક બુધવારે(18 નવેમ્બર) ખુલ્લા મેદાનમાં ભીષણ આગ ફાટી નીકળી છે. ફટાકડાની દુકાનની બિલકુલ પાછળ જ આગ લાગતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આગની લપેટમાં આવતા અહીં એક પછી એક ગેસના બાટલા ફાટ્યા છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. હાલ ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં જોતરાયો છે.