ગાંધીનગર ને મળ્યા નવા મેયર, મેયર તરીકે કોની વરણી થઇ જાણો

By: Nation Gujarat Team
03 Nov, 2026

આજે ગાંધીનગરને નવા મેયર મળી ગયા છે, ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી યોજાઇ હતી જેમાં ભાજપની ભવ્ય જીત થઇ છે આ જીત પછી સૌની નજર મેયર તરીકે કોની વરણી થશે તેના પર હતી અને આજે આ જોવાતી રાહનો અંત આવ્યો છે. જોકે આ પહેલા મીડિયામાં ઘણા સંભવિત નામોની ચર્ચાઓ થઇ હતી . આજે આ નામ જાહેર થઇ ગયુ છે. મેયર તરીકે રૂપસિંહ ઠાકોર ના નામની થઇ છે જાહેરાત. ડે.મેયર તરીકે અંજનાબેન મહેતાની વરણી થઇ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલનુંનામ જાહેર થયુ છે.

મેન્ડેટ મોડો પહોંચતાં સભાની કાર્યવાહી અટકી

ભાજપના શહેર પ્રભારી બપોરે આશરે દોઢ વાગ્યાની આસપાસ મેન્ડેટ લઈને મનપા ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ ભાજપના સભ્યો સાથે સંકલન બેઠક અને પક્ષની બેઠક યોજાઈ હતી. આ બેઠકો બાદ મેયર સહિતના હોદ્દાઓ માટે નામોની જાહેરાત કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સામાન્ય સભાની શરૂઆતમાં થયેલા વિલંબને કારણે રાજકીય ચર્ચા પણ જોવા મળી હતી.

રૂપસિંહ ઠાકોર મેયર, મહેન્દ્ર પટેલને સ્ટેન્ડિંગ કમિટીની જવાબદારી

મેયર તરીકે 29 વર્ષીય રૂપસિંહ ઠાકોરના નામ પર મહોર મારવામાં આવી છે. તેઓ પહેલીવાર ચૂંટણી લડ્યા હોવાનું જણાવાય છે. તેમના પરિવારનો પણ ભાજપ સાથે રાજકીય સંબંધ રહ્યો છે. ડેપ્યુટી મેયર તરીકે અંજનાબેન મહેતાની પસંદગી કરવામાં આવી છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલની નિમણૂક જાહેર કરવામાં આવી છે. આ વરણી સાથે ગાંધીનગર મનપામાં નવા હોદ્દેદારોની ટીમની રચના થઈ છે.

બીજી તરફ, કોંગ્રેસે પણ પોતાના વિપક્ષી નેતાની જાહેરાત કરી છે. પક્ષે કર્મજીતસિંહ વાઘેલાને ગાંધીનગર મનપામાં વિપક્ષના નેતા તરીકેની જવાબદારી સોંપી છે. હવે નવા મેયર અને અન્ય હોદ્દેદારો સામે શહેરના વિકાસકાર્યો, નાગરિક સુવિધાઓ, માળખાકીય પ્રશ્નો અને મનપાના વહીવટને લગતા પડકારો રહેશે. વિપક્ષના નેતા તરીકે કર્મજીતસિંહ વાઘેલા મનપાની સામાન્ય સભામાં સત્તાપક્ષના નિર્ણયો અને કામગીરી પર કેવી રીતે દેખરેખ રાખે છે તે પણ રાજકીય રીતે મહત્ત્વનું રહેશે.

 


Related Posts

Load more
Follow Us

Live Cricket Score