અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં આવેલા ગુંદરણ ગામની સીમમાં એક ચોંકાવનારી અને નિર્મમ ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. સુરેશ બચુભાઈ શિંગાળાની વાડીમાં પાર્ક કરેલી તુફાન પેસેન્જર ગાડીમાં અજાણ્યા શખ્સોએ આગ ચાંપી દેતાં ગાડીમાં સૂતેલા બે મજૂરના અડધા સળગેલા મૃતદેહ મળી આવ્યા હતા. સવારે આ સળગેલી ગાડી અને મૃતદેહો જોતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
તપાસમાં મૃતકોની ઓળખ થઈ ઘટનાની જાણ થતાં જ લીલીયા પોલીસ અને FSLની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે પ્રાથમિક તપાસ બાદ સળગી ગયેલા બંને મૃતદેહની ઓળખ કરી લીધી છે, જે બંને મધ્યપ્રદેશના વતની છે.
પોલીસ દ્વારા શંકાસ્પદોની પૂછપરછ અને કાર્યવાહી આ ડબલ મર્ડર કેસમાં લીલીયા પોલીસ સ્ટેશન ખાતે વિધિવત ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને રાખી ડી.વાય.એસ.પી. વિસ્મય માનસેતાના સીધા સુપરવિઝન હેઠળ અલગ-અલગ દિશાઓમાં તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસે કેટલાક શંકાસ્પદ ઈસમોને રાઉન્ડઅપ કરીને સઘન પૂછપરછ શરૂ કરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.