વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 30 અને આવતીકાલે 31 ઓક્ટોબર બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ બે દિવસ વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમોમાં ભાગ લેશે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બનાસકાંઠાના કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું કે, આજે ટેક્નોલોજી સાથે દેશના ખેડૂતો આપણી સાથે જોડાયેલા છે. રાજ્યોના મુખ્યમંત્રી તેમજ મંત્રીઓ આજે ખેડૂતોના આ કાર્યક્રમમાં આપણી સાથે છે. હું સૌનું હ્રદયથી સ્વાગત કરુ છું.
આજે તો બનાસકાંઠાએ વટ પાડી દીધો. દુનિયામાં આવડી મોટી ખાટલા સભા ક્યારેય નહી થઇ હોય. દેશના લોકો માટે પણ અજબ હશે કે સભામાં બધા લોક ખાટલા પર બેઠા છે ગામડાની પરંપરાને આજે આપણા બનાસકાંઠાએ જીવીત કરી દીધું. તમે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વાળાને કહ્યુ હોત પહેલાથી તો આજે આ ઘટનાને રેકોર્ડના રૂપે નોંધ કરત. મને તમે જવાબદારી સોંપી અને સેવા કરતા આજે 25 વર્ષ થયા. સંજોગ જુઓ 25 વર્ષ પુરા થયા પછી મારુ પહેલુ આગમન આપણા બનાસકાંઠામાં થયું છે. તમને યાદ કરાઉ કે 2001માં મુખ્યમંત્રી બન્યા પછી પહેલો મોટો સાર્વજનીક કાર્યક્રમ મુખ્યમંત્રી તરીકેનો કાર્યક્રમ એ ડિસામાં કર્યો હતો લોક કલ્યાણ મેળો. કાર્યક્રમ ઐતિહાસીક રહ્યો જિલ્લામાં 3 લાખ લોકો કાર્યક્રમમાં હતા આ રેકોર્ડ બનાસાકાંઠાના ખાતામાં છે જ્યાંથી યાત્રાની શરૂઆત થઇ ત્યાથી 25 વર્ષની સેવા યાત્રાનો હિસાબ આપવાનો અવસર મળ્યો છે.નવરાત્રીના થોડા દિવસો પછી માં અંબાની પાવન ભૂમિમાં આવવાની તક મળી છે.માં અંબાના ચરણોમાં વંદન કરુ છું.
આપણા ખેડુતો આપણા અન્નદાતા વિકસીત ભારતના સૌથી મજબૂત સ્તંભમાના એક છે,અમારી સરકારે ખેડૂતોની કલ્યાણ માટે તેમને સશક્ત કરવા પ્રાથમિકતા આપી છે. 2013,14ની તુલનામાં દેશનું કૃષી બજેટ 5 ગણાથી વધી ગયુ છે. પીએમ કિસાન સન્માનનીધી હવે કરોડો નાના ખેડૂતોના જીવનનો હિસ્સો બની ગયો છે. આજે અંદાજે 10 કરોડ ખેડુતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયાથી વઘારેની રકમ મોકલવામાં આવી છે. ગુજરાતના 50 લાખથી વધુ ખેડોતોને આનો લાભ મળ્યો છે. ખાતામાં 1 હજાર કરોથી વઘારેની રકમ જમા થઇ છે. બનાસકાંઠાના ખેડુતોના ખાતામાં પણ અંદાજે 50 કરોડ રૂપિયા પહોંચ્યા છે. પાછલા વર્ષોમાં અમારી સરકારની નીતીઓને કારણે 50 લાખ કરોડો રૂપિયા થી વઘારે ખેડૂતોને મળ્યા છે અથવા તેમની બચત થઇ છે.
હું તમને ફકત 5 યોજનાનું ઉદાહરણ આપું છું પીએમ કિસાન સન્માન નીધી યોજનાના અંદાજે સાડા ચાર લાખ કરોડ રૂપિયા સીધા નાના ખેડૂતોના બેકં ખાતામાં પહોંચ્યા છે. આઝાદી પછી ક્યારેય આ નાના ખેડૂતોની જરૂરોતને નથી સમજવામાં આવી. ક્યારેય તેમને પુછવામાં નથી આવ્યું જ્યારે દેશમાં નાના ખેડુતોની સંખ્યા 85 ટકાથી વધારે છે. નાના ખેડૂતોની સરકારે ચિંતા કરી છે અને તેમને પીએમ કિસાન સન્માન નીધી યોજનાથી મદદ કરી છે. પાછલા વર્ષોમાં વૈશ્વીક અનિશ્ચિતાને કારણે ખાતરની કિમંતો વધી છે અમારી સરકારે આનો બોજ ખેડૂતો પર નથી પડવા દીધો. સરકારે અંદાજે 16 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. પહેલાની સરકાર એમસપીને લઇ પણ ખેડૂતોને મુર્ખ જ બનાવતી હતી. અમારી સરકાર છે જેને એમએસપીનું વચન પુર્ણ કર્યુ છે. પાછલા 12 વર્ષોમાં ઘંઉ અને ચોખા પકવતા ખેડૂતોને એમએસપીના રૂપમાં 24 લાખ કરોડ રૂપિયા ખાતામાં ગયા છે. અમારી સરકારે પીએમ ફઝલ બીમા યોજનાનો મોટુ સુરક્ષા કવચ ખેડૂતોને આપ્યું છે. પાછલા 10 થી 12 વર્ષોમાં ખેડૂતોને ફઝલ વિમા 2 લાખ કરોડ રૂપિયાથી વધારે મળ્યા છે. અમારો પ્રયાસ છે કે, સિંચાઇ પર ખેડૂતોનો ખર્ચ ઓછો થાય અને આમાં પીએમ કુસુંબ યોજનાની ભુમિકા સતત વધી રહી છે અત્યાર સુધીમાં અંદાજે 12 લાખ સોલર પંપ આપવામાં આવ્યા છે. આના કારણે વિજળી અને ડિઝલની જરૂરિયાત ઓછી થઇ.જો આ સોલર પંપ ન આપ્યા હોત તો 80 કરોડ લીટરથી વધારેનું ડિઝલ ખેડૂતોએ ખરીદવું પડત આનાથી બચત થઇ. આ પાંચ યોજના અને નિર્ણયને કારણે દેશના ખેડૂતોને 50 લાખ કરોડ રૂપિયા જેટલી બચત થઇ છે અથવા જમા થયા છે. આ 50 લાખ કરોડ રૂપિયાથી દેશના ખેડૂતોની આવક વધારી છે. ભારતમાં ખેતીનું સામર્થ્ય વધાર્યુ છે. ખેતી આપણા દેશની પરંપરા અને સંસ્કૃતિ છે. પાછલા 12 વર્ષોમાં અમારી સરકારે ખેતીમાં સાયન્સ અને ટેક્નોલોજીનો વ્યાપક સમાવેશ કર્યો છે. સોઇલ હેલ્થ કાર્ડ આનું ઉત્તમ ઉદાહણ છે. 26 કરોડથી વધારે સોઇલ હેલ્થ કાર્ડ દેશના ખેડૂતો પાસે છે. ખેડૂતોને હવમાનમાં થતો બદલાવ બહુ મોટી ચેલેન્જ છે એટલા માટે અમારો પ્રયાસ છે કે ખેડુતોને સતત નવી બીજો મળે જે બદલતી જળવાયુને અનુકુળ હોય. પાછલા વર્ષોમાં બીજોની અંદાજે 3 હજાર નવી આય ખેડૂતોને ઉપલબ્ધ કરાવી છે. પશુપાલન આપણા ગ્રામીણ અર્થવ્યવસ્થાનું મહત્વપુર્ણ અંગ છે. બહેનોની મોટી ભાગીદારી છે પાછલા વર્ષોમાં પશુપાલન અને ડેરી સેક્ટરમાં પણ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ઉપયોગમાં ભાર આપ્યો છે. પશુ સ્વસ્થ હશે તો પશુપાલક ભાઇ બહેનોની કમાણી વધશે.પશુઓને બિમારથી બચાવવી એ અમારી પ્રાથમિકતા છે. અમે દેશભરમાં પશુઓને સ્વસ્થ રાખવા માટે ફ્રીમાં રસીકરણ અભિયાન ચલાવ્યું છે અત્યાર સુધીમાં અંદાજે 150 કરોડ રસીઓ પશુઓને લગાવવામાં આવી છે. 8 કરોડથી વધારે ખેડૂતોના પશુઓને મુફત રસી લાગી છે જેનાથી પશુપાલકો પર પડતો ખેર્ચનો બોજ ઓછો થયો છે. વર્ષ 2013-14માં 1 ગાય કે ભેસ આશરે એક દિવસમાં 5 લીટરથી પણ ઓછુ દુથ મળતુ હતું, આજે આ વધીને અંદાજે 8 લીટર થઇ છે. ભારતમાં દુધ ઉત્પાદનની ક્ષમતા વધી છે અને દુધ ઉત્પાદનમાં ભારત દુનિયામાં નંબર 1 છે આનો લાભ ગામડાઓ અને ખેડૂતોને મળ્યો છે. અમે ઇચ્છીએ છીએ કે પશુપાલકોને દુધ સાથે ગોબર સાથે પણ આવક વધે. જેનાથી બોયગેસ બોય સીએનજી અને જૈવિક ખાત બનાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવવામાં આવે. આજે અંહી બે બાયો સીએનજી પ્લાન્ટ નુ શિલાન્યાસ થયુ છે. અમારુ લક્ષ્ય સ્પષ્ટ છે કે પશુઓ સ્વસ્થ હોય, દૂધ ઉત્પાન વધે અને ગોબરનો પણ ઉપયોગ થાય. પશુપાલનને ફકત પરંપરા નહી પણ ખેડૂતોની આવક વધારવા અને ગામડાઓને સમૃદ્ધ બનાવવા મજબૂત સાઘન બનાવીએ છીએ.
પાછલા વર્ષોમાં અમે ગામડાઓની સમૃદ્ધી માટે હોલીસ્ટિક એપ્રોચથી સંપુર્ણતાથી કામ કર્યુ છે.મત્યસ્ય ઉદ્યોગનો પણ આજે વિસ્તાર થયો છે. ભારતનું સી ફુડ નિકાસ પણ બે ગણી વધી છે. દુનિયાના દેશોમાં માંગ વધી છે. મધુમાંખી પાલન માં પાછલા 12 વર્ષોમાંભાર આપ્યુ છે અને 12 વર્ષમાં મધનું ઉત્પાદન 2 ગણુ થયું છે. આપણે મધુર ક્રાંતિ કરવા આહવાન કર્યુ હતં અને આજે બનાસકાંઠા મધુર ક્રાંતિ નો પ્રયાસ કરી રહ્યા છે. મધુર ક્રાંતિ સ્વીટ રિવોલ્યુશનમાં મહિલાઓનો સેલ્પ હેલ્પ ગ્રુપનું યોગાદન વધી રહ્યુ છે. પાછલા દિવસોમાં મને સરકારમાં કામ કરવાના 25 વર્ષ પુરા થયા છે. જ્યારે મે પહેલી વખત શપથ લીધા હતા ત્યારે તમે તમારા નરેન્દ્રભાઇને ખૂબ પ્રેમ આપ્યો. એક એક ગુજરાતીએ મને ખૂબ શિખવાડ્યું છે સાચા રસ્તે જવા મને પ્રેરણા આપી છે.
હું બે જ વાત જાણું છું. જન સેવાથી રાષ્ટ્ર સેવા અને ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ. કેવી રીતે કરવું કેમ આગળ વધવું એ તો તમે મને શિખવાડ્યું. દેશ માટે જે પણ કરી શક્યો તેનો જશ દેશવાસીઓને જાય છે તમને પણ છે. આ માટે તમારો જીવનભર રૂણી રહીશ. જીવનના અંતિમ ક્ષણ સુધી તમારી સેવા સુધી લાગ્યો રહીશ.
અંહીના વડિલોને ખબર હશે કે અંહી પહેલા વિજળી અને પાણીની કેવી સમસ્યાઓ હતી.ત્યારે પણ કહેતો હતો કે આપણે વિજળી અને પાણી બચાવી પડશે ત્યારે ખેડૂતો મારા વિરુદ્ધ આંદોલન કરતા હતા તમે મારી વાત માની અને આજે આપણે ક્યાંથી ક્યા પહોચ્યા છીએ. હું આજે પણ કહુ છું કે પાણી બચાવવાનું છે, વિજળી બચાવવાની છે. નર્મદાના પાણી અને ટપક સિંચાઇની આધનિક પદ્ધતિએ બનાસકાંઠાની તસ્વીર બદલી નાખી છે. બનાસકાંઠાના બટેટા વિશ્વ પ્રખ્યાત છે. ફળ અને શાકભાજીની ખેતી કરતા ખેડુતો માટે ક્લસ્ટર ડેવોલપમેન્ટ પ્રોગ્રામ ચાલી રહ્યા છે. 12 ક્લસ્ટર સ્વીકૃત કરવામાં આવ્યા છે. આજે ગુજરાતના વિકાસથી જોડાયેલા ઘણા કાર્યનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા આજે ગુજરાતને અમદાવાદ,વારણસી,સાબરમતી એક્સપ્રેસ ટ્રેન અને મહેસાણા બચેરાજી સાબરમતી મેમુ ટ્રેન બે નવી ટ્રેન મળી છે. ગુજરાતના બાળકો માટે 4 હજારથી વધુ આંગણવાડીની શરૂઆત કરવામાં આવી. 4 લાખ બાળકોને અને ગર્ભવતી મહિલાઓને ફાયદો થશે.
દેશનો દરેક ખેડુત,મહિલા,યુવાનો વિકસીત ભારત બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે પરંતુ દુર્ભાગ્યથી કેટલાક લોકોને આ ગમતુ નથી. આ એવા લોકો છે જે દેશને મુસીબતમાં જોવા માંગે છે. દેશમાં તકલીફ હોય એટલે તેમને આનંદ આવે છે. જ્યારે દેશમાં સંકટ આવે તો તેમને આનંદ આવે તેનુ તાજુ ઉદાહરણ છે ઇરાન અને ખાડી દેશની આસપાસ ચાલી રહેલ યુદ્ધ છે. ભારત એક થઇ તેનો સામનો કરી રહ્ય છે ત્યારે આ લોકો અફવા ફેલાવા લાગ્યા છે. અફવા ફેલાવી ખેડૂતોને ખાતર માટે ડરાવ્યા, બહેનોને ગેસ નહી મળે તેમ કહી ડરાવ્યા, આમનુ આયોજન દેશમાં અફરા તફરી મચાવવાનો હતો આ લોકો મોદીને બદનામ કરી શકે. દેશના ખેડૂતો, મહિલાઓને યાદ કરાવવા માંગુ છું, મે કહ્યુ હતું કે મોદી તમારી સાથે મજબૂતી થી ઉભો રહેશે. તમે જુઓ આ યુદ્ધ આજે પણ ચાલી રહ્યુ છે પરંતુ મોદીએ ખેડૂતો માટે ખાતરની અછત નથી પડવા દીધી. યુદ્ધના કારણે વિશ્વમાં ફર્ટિલાઇસરની કિમંતો વધી ગઇ, કેમિકલની કિમંતો વધી ગઇ તેનો બોજ પણ સરકારે ખેડૂતો પર નથી પડવા દિધો. દુનિયામાં યુરિયાની બોરી 3 હજાર રૂપિયામાં મળે છે, તે જ બોરી ભારતના ખેડૂતોને 300 રૂપિયાથી ઓછી કિમંતમા મળે છે. ડિએપી ખાતરની કિમંત દુનિયામાં 5 હજાર રૂપિયાથી વધી છે તે આજે ભારતના ખેડૂતોને 1350 રૂપિયામાં મળે છે. ભારતનો ઝડપી વિકાસ વિશ્વ માટે નવી આશાનું કિરણ બન્યું છે.