દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણીઓના પરિણામોને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. નવી દિલ્હી ખાતે પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટી શૂન્ય પર આવીને ઊભી રહી ગઈ છે.
કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રક્રિયા અને ઈવીએમ (EVM) પર વારંવાર કરવામાં આવતા આક્ષેપો પર કટાક્ષ કરતાં સુધાંશુ ત્રિવેદીએ સ્પષ્ટતા કરી કે આ ચૂંટણીઓ ઈવીએમથી નહીં, પરંતુ બેલટ બોક્સ અને કાગળના મતપત્રો (Paper Ballots) દ્વારા યોજવામાં આવી હતી. તેમ છતાં મતદારોએ કોંગ્રેસને સંપૂર્ણપણે નકારી કાઢી છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે પદ્ધતિ ભલે કોઈ પણ હોય, કોંગ્રેસ કોઈપણ ચૂંટણીમાં જનસમર્થન મેળવવાની ક્ષમતા સંપૂર્ણપણે ગુમાવી ચૂકી છે. લોકોનો વિશ્વાસ ગુમાવી ચૂકેલી પાર્ટી પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માત્ર તંત્ર પર દોષારોપણ કરતી રહે છે.
રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના અરાજક્તાના અરમાન આજે MLC ચૂંટણીના પરિણામ દ્વારા ચકનાચુર થતા જોવા મળ્યા.
ભારતના જુદા જુદા રાજ્યોમાં રાજ્ય વિધાન પરિષદ માટે જે ચૂંટણીઓ થઇ તેમાં કોંગ્રેસ પાર્ટી અત્યાર સુધી શુન્ય પર છે.
આ પરિણામો પરથી સ્પષ્ટ છે કે કોંગ્રેસ પાર્ટી આ ચૂંટણીમાં જે મતપત્રોથી યોજાઇ હતી, બેલેટ પેપર અને બેલેટ બોક્સથી થઇ હતી તેમાં કોંગ્રેસ તેની ઉપસ્થિતિનો આભાષ કરાવવામાં અસફળ રહી.
આ પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ કોઇ પણ ચૂંટણીમાં જનતાનું સમર્થન અને સબંધિત મતદારોનું સમર્થન પ્રાપ્ત કરવાની સક્ષમતા નથી રાખતી પછી ચૂંટણી ઇવીએમ મશીન થી હોય કે બેલેટ પેપરથી હોય.
કોંગ્રેસ પાર્ટીએ એ સમજવું જોઇએ કે રાહુલ ગાંધી જે બે હપ્તાથી પ્રવાસ કર્યા બાદ ભારતની અર્થવ્યવસ્થામાં સમસ્યા ઉત્પન કરવા માટે જે આંદોલનની વાતો કરે છે તેમને સમજવું જોઇએ કે ન તો જનતા તમારી સાથે છે, ન તો ધારાસભ્યો તમારી સાથે છે.
કોંગ્રેસે સમજવું જોઇએ કે મહેનત કરવાથી જનસમર્થન મળે છે, ફરવાથી ન મળે
અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ઉત્તર પ્રદેશ ના પ્રવાસે છે, અમિત શાહ પંજાબમાં છે અને રાહુલ ગાંધી વિયેતનામાં વિચેરણ કરી રહ્યા છે અને તેઓ વિચારે છે કે તેમને જનસમર્થન મળશે.
કોંગ્રેસ પાર્ટીને કહેવા માંગુ છું કે, કામ ચોરીની આદાત છોડો તો વોટ ચોરીનો નારો છુટી જશે.
સમસ્યા ન તો ઇવીએમ મશિનમાં છે,ન મતદાર યાદીમાં છે સમસ્યા તેમના મગજમાં ફેલાયેલ ભ્રમ અને કામ ન કરવાની આદાતમાં છે.