ઇઝરાયલ ચૂંટણીઃ પ્રારંભિક વલણોમાં નેતન્યાહૂ ગઠબંધનને બહુમતી

By: Nation Gujarat Team
28 Oct, 2026

ઇઝરાયલમાં સંસદીય ચૂંટણી બાદ મતોની ગણતરી ચાલુ છે. અત્યાર સુધીમાં 20.1% મતોની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. તેમાં નેતન્યાહૂ ગઠબંધનને 63 બેઠકો મળતી દેખાઈ રહી છે. જ્યારે ગાડી આઇઝનકોટના ગઠબંધનને 50 બેઠકો મળવાનો અંદાજ છે. બીજી તરફ, આરબ પક્ષોને 7 બેઠકો મળવાનો અંદાજ છે.

ઇઝરાયલની સંસદમાં 120 બેઠકો છે. બહુમતી માટે 61 બેઠકો જરૂરી છે. મતદાન પૂર્ણ થયા બાદ 5 એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા છે. તેમાંથી 3માં આઇઝનકોટ ગઠબંધન પાછળ છે. 2 એક્ઝિટ પોલમાં બંને ગઠબંધનોને સમાન બેઠકો આપવામાં આવી છે. આરબ પક્ષોને 18 બેઠકો આપવામાં આવી છે. આવી સ્થિતિમાં આ પક્ષો કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે.

ઇઝરાયલમાં લોકો કોઈ નેતાને નહીં, પરંતુ તેની પાર્ટીને મત આપે છે. ચૂંટણી પહેલાં દરેક પાર્ટી પોતાના ઉમેદવારોની એક યાદી બનાવે છે. સમગ્ર દેશમાં પાર્ટીને મળેલા મતોના આધારે નક્કી થાય છે કે તેને સંસદમાં કેટલી બેઠકો મળશે.

પરંતુ સંસદમાં બેઠક મેળવવા માટે એક શરત છે. કોઈ પાર્ટીને કુલ માન્ય મતોમાંથી ઓછામાં ઓછા 3.25% મત મેળવવા પડે છે. તેનાથી ઓછા મત મળવા પર પાર્ટીને સંસદમાં કોઈ બેઠક મળતી નથી.

પાર્ટીના કયા ઉમેદવારો સાંસદ બનશે, તેનો નિર્ણય ઉમેદવારોની યાદી પરથી થાય છે. દરેક પાર્ટી ચૂંટણી પહેલાં પોતાના ઉમેદવારોની એક યાદી જાહેર કરે છે. જો કોઈ પાર્ટીને 20 બેઠકો મળે છે, તો યાદીમાં પહેલા 20 ક્રમે રહેલા ઉમેદવારો સાંસદ બની જશે.

25.2% મતોની ગણતરી પૂર્ણ, નેતન્યાહૂની પાર્ટીને 32 બેઠકો

અત્યાર સુધીમાં 25.2% મતોની ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. તેમાં નેતન્યાહૂની લિકુડ પાર્ટીને 32 બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે તેમના ગઠબંધનને 63 બેઠકો મળતી દેખાઈ રહી છે.

બીજી તરફ, ગાદી આઇઝેનકોટના ગઠબંધનને 49 બેઠકો મળવાનો અંદાજ છે. અરબ પાર્ટીઓને 8 બેઠકો મળવાનો અંદાજ છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score