Shukra Vakri 2026: ધન વૈભવ અને પ્રેમનો કારક ગ્રહ શુક્ર પોતાની જ રાશિ તુલામાં વક્રી થવા જઈ રહ્યો છે. તુલા રાશિમાં ત્રણ ઓક્ટોબરથી શુક્ર વક્રી થશે. શુક્ર 42 દિવસ સુધી વક્રી અવસ્થામાં રહેશે. એટલે કે 3 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી તુલા રાશિમાં શુક્ર વક્રી રહેશે. આ વખતે વક્રી શુક્ર ચાર રાશિઓના લોકોને ખૂબ પરેશાન કરી શકે છે. આ ચાર રાશિના લોકોએ 3 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી સંભાળીને રહેવાની જરૂર પડી શકે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ શુભ ગ્રહ છે. અને જ્યારે કોઈ શુભ ગ્રહ વક્રી થાય છે તો તેનું પ્રભાવ પણ તીવ્ર ગતિથી જોવા મળે છે. શુક્ર ગ્રહ ક્યારે વક્રી થાય છે તો વ્યક્તિના પ્રેમ સંબંધોમાં, આર્થિક સ્થિતિમાં, સુખ સુવિધાઓમાં અને વેપાર વાણિજ્યમાં પ્રભાવ પાડે છે. આ બધા જ ક્ષેત્રોમાં વક્રી શુક્રની અસર જોવા મળી શકે છે. આમ તો વક્રી શુક્ર બધી જ રાશિઓને શુભ અને મિશ્ર ફળ પ્રદાન કરશે. પરંતુ ચાર રાશિ એવી છે જેમને વક્રી શુક્ર પરેશાન કરી શકે છે.
વક્રી શુક્રનો નકારાત્મક પ્રભાવ
સિંહ રાશી
શુક્ર જ્યાં સુધી વક્રી રહેશે ત્યાં સુધી ભાઈ બહેનો અને સહ કર્મચારીઓ સાથેના સંબંધોમાં સમસ્યા આવી શકે છે. સમજ્યા વિચાર્યા વિના ખર્ચ કરવાથી બચવું. પોતાની વાણી પર સંયમ રાખવો. કાર્યક્ષેત્રમાં સંભાળીને કામ કરવું.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકોની સામે અચાનક મોટા ખર્ચા આવી શકે છે. આ સ્થિતિમાં કરજ ન લેવું પડે તે વાતનું ધ્યાન રાખવું. કોઈને ઉધાર રૂપિયા આપવાથી પણ બચવું સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું કોર્ટ કચેરીની બાબતમાં ઉતાવળમાં નિર્ણય ન કરવો.
મકર રાશિ
મકર રાશિના લોકો પર પણ વક્રી શુક્ર નકારાત્મક પ્રભાવ પાડી શકે છે. બિઝનેસ કે નોકરીમાં અચાનક કામનું ભારણ વધી શકે છે. કાર્ય સ્થળ પર વાદવિવાદથી બચવું. મહત્વપૂર્ણ કાર્યમાં પૂરતી તપાસ કર્યા પછી જ આગળ વધવું.
મીન રાશિ
વક્રી શુક્ર મીન રાશિના જાતકોના વ્યવહારિક જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરી શકે છે. ભાગીદારીમાં કામ કરતા લોકોએ પણ સાવધાન રહેવું. જીવનસાથી સાથે પારદર્શિતા જાળવવી. જૂની વાતો ના કારણે મતભેદ થઈ શકે છે. 42 દિવસ ધીરજ થી કામ લેવું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. nationgujarat.com તેની પુષ્ટિ કરતું નથી.)