અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યાં છે. ભરતી કૌભાંડ, સરકારી ગ્રાન્ટમાં ગેરરીતિ, દીકરાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા જેવા આરોપોથી ઘેરાયેલા નીરજા ગુપ્તાના વધુ એક કૌભાંડનો ખુલાસો થયો છે. ઝી 24 કલાકને આ વિશે એક્સક્લુઝિવ માહિતી મળી છે.
નીરજા ગુપ્તાનું વધુ એક કૌભાંડ?
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા વિશે દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. જેમની પૈસા યુનિવર્સિટીની સમગ્ર જવાબદારી હતી, તેમણે એક-બાદ એક કૌભાંડ કરી યુનિવર્સિટીની છબી ખરડવાનો પ્રયાસ કર્યો છે. હવે સામે આવ્યું છે કે ગુજરાત યુનિવર્સિટીની એક્ઝીક્યુટિવ કાઉન્સિલને અંધારામાં રાખી નીરજા ગુપ્તાએ ખાનગી કંપનીઓનો લ્હાણી કરી છે.
પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાની સાથે રજીસ્ટ્રારની કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે. સિન્ડિકેટ સભ્યોની જાણ બહાર રજીસ્ટ્રારે સહી કરી કામને મંજૂરી આપી હતી. 32 કરોડના કામ ખોટી રીતે મંજૂર કરાવવાનો આરોપ લાગી રહ્યો છે. પોતાની માનીતી કંપનીઓને કોન્ટ્રાક્ટની લ્હાણી પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ કરી હતી.
મે 2025ની દરખાસ્તમાં ઈરાદાપૂર્વક જુલાઈ 2025ના કામો મંજૂર કરાવી લેવામાં આવ્યા હતા. મંજૂર કરાયેલા કામો ક્યા છે, તેની જાણ બહાર એક્ઝીક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં પાસ કરાવી લેવામાં આવ્યા હતા. કાઉન્સિલના સભ્યોને અભ્યાસ માટે મોકલવામાં આવેલી વિગતોમાં 32 કરોડ 31 લાખ 79 કામોની વિગત છુપાવવામાં આવી હતી. કાઉન્સિલના સભ્યોને મોકલવામાં આવતા એજન્ડામાંથી 40 નંબરનું કામ ગાયબ કરી દેવામાં આવ્યું હતું.
ક્રમશ વિગતમાં 39 નંબર બાદ સીધા 41 નંબરના કામની વિગત આપવામાં આવી હતી. સિન્ડિકેટ સભ્યોની જાણ બહાર જેપી સ્ટ્રક્ચર્સ પ્રાઇવેટ લિમિટે, કન્શલ્ટન્ટ ઓક્ટર્સને કરોડાના કામ સોંપી દેવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના જુદા-જુદા 11 કામો ખાનગી કંપનીઓનો સોંપવામાં આવ્યા હતા.