યુરોપના શક્તિશાળી દેશમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત, 9માંથી 1 પંપ પર ઈંધણ ખૂટ્યું

By: Nation Gujarat Team
20 Sep, 2026

France Petrol-Diesel Crisis : મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયા બાદ બાબ અલ મંદેબમાંથી પણ ઓઈલનો સપ્લાય ખોરવાતા હવે દુનિયાભરમાં તેની અસર દેખાવા લાગી છે. પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી એકવાર આકાશ આંબી રહ્યા છે ત્યાં અમેરિકામાં ડીઝલના ભાવ મોંઘા થઇ ગયા છે. આ સૌની વચ્ચે યુરોપના શક્તિશાળી દેશમાં ઈંધણની ભારે અછત વર્તાઈ રહ્યાના અહેવાલ સામે આવ્યા છે.

ફ્રાન્સમાં ભયંકર ઓઈલ સંકટ

મળતી માહિતી અનુસાર યુરોપના ફ્રાન્સમાં ઈંધણ સંકટ ઘેરાયું છે. એવી હાલત છે કે દેશના દર 9માંથી 1 પેટ્રોલ પંપ પર હવે પેટ્રોલ-ડીઝલનો સ્ટૉક પતી ગયો છે. ઈંધણના સપ્લાયમાં ગરબડ થવાને કારણે પ્રજા પર મોંઘવારીનો બોજો આવી ગયો છે. પેટ્રોલ-ડીઝલની કિંમતો આકાશ આંબવા લાગી છે. ખાસ કરીને ડીઝલની કિંમત પ્રતિ લીટર 2.39 યુરોને વટાવી ગઇ છે. લગભગ રાષ્ટ્રીય સ્તરે ઈંધણની કિંમતોએ પાછલા તમામ રેકોર્ડ બ્રેક કરી દીધા છે.


Related Posts

Load more