શનિ નક્ષત્ર પરિવર્તન 2026: આ 4 રાશિઓ પર શનિદેવની રહેશે અપરંપાર કૃપા, 48 દિવસ કરાવશે મોજ

By: Nation Gujarat Team
23 Aug, 2026

શનિ દેવે 20 ઓગસ્ટે રેવતી નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો. આ બુધનું નક્ષત્ર છે અને આ નક્ષત્રમાં શનિનો પ્રવેશ ચાર રાશિઓ માટે શુભ માનવામાં આવી રહ્યો છે. જ્યોતિષીચાર્યોનું કહેવું છે કે રેવતી નક્ષત્રમાં આવતા શનિની શુભ દ્રષ્ટિ ચાર રાશિઓ પર પડશે. આ રાશિના જાતકો માટે નોકરી, કારોબાર, આવક અને આર્થિક સ્થિતિના મામલામાં સારા અવસર બનવાની સંભાવના છે. લોકોની આવકમાં વધારો થશે. નોકરી-વેપારની સ્થિતિમાં સુધાર થશે. તમારા અટવાયેલા કાર્યોમાં ગતિ આવશે.

વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન લાભદાયક રહેશે. નોકરી કરનાર લોકોનું પ્રમોશન અને પગારમાં વધારો થઈ શકે છે. કાર્યસ્થળે કરેલા કામની પ્રશંસા મળી શકે છે. ઉચ્ચ અધિકારીઓ તમારા પ્રદર્શનથી સંતુષ્ટ રહી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારની સાથે મનપસંદ નોકરી મળવાનો યોગ બની શકે છે.

મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે શનિનું રેવતી નક્ષત્રમાં જવું ઘણા અટવાયેલા કાર્યોને આગળ વધારનાર સાબિત થઈ શકે છે. નોકરીમાં નવી તક મળવાની સંભાવના છે. કારોબારીઓ માટે નવા સોદો ફાયદાકારક રહી શકે છે અને તેનાથી આર્થિક લાભનો યોગ બની શકે છે. આ દરમિયાન યાત્રાથી લાભ થઈ શકે છે. લાંબા સમયથી જે કામ કરી રહ્યાં છો તેમાં ગતિ આવી શકે છે.

તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે આ નક્ષત્ર પરિવર્તન રાહત લાવી શકે છે. નોકરીમાં સમસ્યા ઓછી થઈ શકે છે અને કાર્યસ્થળ પર સહકર્મીઓનો સહયોગ મળશે. આવક વધારવાના નવા રસ્તા સામે આવી શકે છે. સાથે પૈસાની બચત કરવામાં સફળતા મળી શકે છે. આ દરમિયાન કાર્યોમાં ભાગ્યનો સાથ મળી શકે છે.

મકર રાશિ
મકર રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. મહેનત અનુરૂપ પરિણામ મળવાનો સંકેત છે. વિદેશ સાથે જોડાયેલા કામમાં સફળતા મળી શકે છે અને આર્થિક સ્થિતિ મજબૂત થવાની સંભાવના છે. સમાજ અને કાર્યક્ષેત્રમાં માન-સન્માન વધી શકે છે. જૂના રોકાણથી લાભનો યોગ બની રહ્યો છે. અંગત જીવનમાં જીવનસાથીનો સહયોગ મહત્વપૂર્ણ રહેશે.


Related Posts

Load more