મોંઘવારીનો ભારે વિકાસ, પેટ્રોલ ડિઝલ અને, ખાંડ-શાકભાજી બાદ હવે ગોળ પણ મોંધો

By: Nation Gujarat Team
21 Aug, 2026

Ahmedabad Sugar Price Hike: અમદાવાદમાં ખાંડના ભાવમાં અચાનક ધરખમ વધારો જોવા મળ્યો છે, જેના કારણે સામાન્ય જનતાના રસોડાનું બજેટ ગરમાયું છે. બે મહિના પહેલા જે ખાંડ કિલોના 45 રૂપિયાના ભાવે વેચાતી હતી, તે વધીને હવે સીધી 70 થી 75 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે.

Ahmedabad  માં ખાંડના ભાવમાં મોટો ઉછાળો

લોકોના ઘરો સુધી પહોંચતી ત્રણેય પ્રકારની ખાંડ (S, M, અને L કેટેગરી) ના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. આ અગાઉ વર્ષ 2009 માં ખાંડના ભાવમાં એકાએક મોટો વધારો થયો હતો, જ્યારે ૨૫ રૂપિયા પ્રતિ કિલો વેચાતી ખાંડ વધીને 45 થી 50 રૂપિયા થઈ ગઈ હતી. તે સમયે સળંગ ત્રણ મહિના સુધી ખાંડના ભાવમાં બમણો વધારો જોવા મળ્યો હતો. વર્ષ 2009 બાદ લાંબા સમય સુધી (લગભગ 4 થી 5 વર્ષ) ખાંડના ભાવ 40 થી 50રૂપિયાની આસપાસ સ્થિર રહ્યા હતા, પરંતુ હવે ફરી લાંબા ગાળે ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે.

સૌરાષ્ટ્ર અને અમદાવાદના બજારમાં ખાંડના વર્તમાન હોલસેલ અને રિટેલ ભાવ નીચે મુજબ છે.

ખાંડ નાની હોલ સેલમાં 65-68 રૂપિયા તો રિટેલમાં 70 થી 72 રૂપિયા

ખાંડ મીડિયા  હોલ સેલમાં 68 થી 70 રૂપિયા રિટેલમાં 72 થી 74 રૂપિયા

ખાંડ મોટી હોલ સેલમાં 70 થી 72 રૂપિયા રિટેલમાં 74 થી 75 રૂપિયા

ગોળનો ભાવ પહેલા 65 રૂપિયા કિલો હતો હાલ 70 થી 80 રૂપિયા કિલો થયો

આ વધારા પાછળ અંદાજે 121 જેટલા હોલસેલ અને રિટેલ વેપારીઓનું બજાર પ્રભાવિત થયું છે. ખાંડની સાથોસાથ ગોળના ભાવમાં પણ તેજી જોવા મળી છે. છેલ્લા  15 થી 20 દિવસમાં ગોળના ભાવમાં કિલોએ 10 રૂપિયાનો વધારો થયો છે, જેને કારણે અગાઉ 65 રૂપિયા પ્રતિ કિલો વેચાતો ગોળ હવે વધીને 70 થી 80 રૂપિયા સુધી પહોંચી ગયો છે.


Related Posts

Load more