ભરૂચ જિલ્લામાં ભાજપના જિલ્લા પંચાયતના સભ્યના પિતાનું દારૂનું કન્ટેનર ઝડપાતા હડકંપ

By: Nation Gujarat Team
17 Aug, 2026

ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર જોવા મળે છે. રાજ્યમાં અનેક જગ્યાએ દારૂ મળે છે. બુટલેગરો બેફામ બની દારૂનો વેપાર કરે છે. હવે ભરૂચ જિલ્લામાં ભાજપના જિલ્લા પંચાયતના સભ્યના પિતાનું દારૂનું કન્ટેનર ઝડપાતા હડકંપ મચી ગયો છે. ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઝઘડિયામાં વોટ ગોઠવી હતી. આ દરમિયાન એક કન્ટેનરમાંથી 22 લાખથી વધુનો દારૂ મળી આવ્યો હતો.


Related Posts

Load more