અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસવે પર કાર પલટી જતાં સળગી ઉઠી, માતા અને એક વર્ષના પુત્રનું કરૂણ મોત

By: Krunal Bhavsar
28 Jul, 2026

Ahmedabad Bhavnagar Expressway Accident: અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસવે પર ધોલેરા નજીક સર્જાયેલા ગંભીર અકસ્માતમાં કાર સળગી જતાં માતા અને માસૂમ પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. કાર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. અકસ્માતના થોડા જ સમયમાં કારમાં અચાનક આગ “ભભુકી” ઉઠી હતી, જેમાં અંદર બેઠેલા લોકો ફસાઈ ગયા હતા.

માતા અને બાળક કારમાંથી બહાર ન નીકળી શક્યા

ગંભીર રીતે દાઝી જવાથી માતા અને તેમના એક વર્ષના પુત્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, તેઓ સળગતી કારમાંથી સમયસર બહાર નીકળી શક્યા ન હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરી હતી. આપત્કાળ (ઇમરજન્સી) ટીમોએ આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અકસ્માતનું સાચું કારણ જાણવા પોલીસ તપાસ શરૂ

બળી ગયેલી કારમાંથી માતા-પુત્રના મૃતદેહો બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા . અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઓવર સ્પીડ, યાંત્રિક ખામી કે અન્ય કોઈ પરિબળ જવાબદાર હતું કે કેમ તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


Related Posts

Load more