Ahmedabad News: હવેથી મકાન માલિકોએ ફાળવણીના સાત વર્ષ સુધી મકાન ભાડે આપતા પહેલાં સો વાર વિચારવું પડશે. અમદાવાદમાં આવાસના મકાન ભાડે આપશો તો ઘર જપ્ત થશે. જી હા…અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ફાળવવામાં આવતા EWS અને LIG આવાસ યોજનાના મકાનોના ગેરકાયદેસર વપરાશ અને ભાડે આપવાના કેસ સામે આવતા એક મોટો નિર્ણય લેવાામાં આવ્યો છે. AMC હાઉસિંગ કમિટીની બેઠકમાં આ અંગે એક અત્યંત મહત્વનો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે.
ઘણા કિસ્સાઓમાં એવું સામે આવ્યું છે કે અમદાવાદ કોર્પોરેશનના ડ્રોમાં મકાન લાગ્યા બાદ લાભાર્થીઓ નિયમ મુજબ સાત વર્ષનો લોક-ઇન પિરિયડ પૂરો થતા પહેલાં જ આ મકાનો ખોટી રીતે અન્ય લોકોને ભાડે આપી દેતા હોય છે. આવાસોની ફાળવણીમાં પારદર્શિતા લાવવા અને સાચા જરૂરિયાતમંદોને તેનો લાભ મળે તે હેતુથી તંત્રે હવે દંડ અને સીલિંગ સહિતની કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે.
નિયમોનું ઉલ્લંઘન કરનાર પર થશે મોટી કાર્યવાહી
સાત વર્ષની સમયમર્યાદા પહેલાં આવાસ ભાડે આપતાં પકડાશો તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નીચે મુજબના પગલાં લેવામાં આવશે…
ગેરકાયદે કબ્જો કરનારા સામે પણ પોલીસ ફરિયાદ
માત્ર ભાડે આપનારા જ નહીં, પરંતુ શહેરમાં ચાંદખેડા, અણિયાપુર અને મોટેરા જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ડુપ્લેસ કે કબ્જો જમાવીને બેઠેલા તત્વો સામે પણ મ્યુનિસિપલ તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને આવા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. AMCના આ નિર્ણયથી આવાસ યોજનાનો દુરુપયોગ કરતા ભૂમાફિયાઓ અને ખોટી રીતે કમાણી કરતા લોકોમાં ફાળપો વ્યાપી ગયો છે.