IND vs ENG : આજે રમાશે બીજી વન-ડે મેચ , આવી હોઇ શકે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન

By: Nation Gujarat Team
16 Jul, 2026

ભારતીય ક્રિકેટ ટીમે T20 શ્રેણીમાં પરાજય બાદ શાનદાર વાપસી કરી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ODIમાં એકતરફી જીત મેળવી છે, જેનાથી તેમનો આત્મવિશ્વાસ ઘણો વધ્યો છે. તેમ છતાં પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર થઈ શકે છે. કેપ્ટન શુભમન ગિલ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થઈ શકે છે, જેના સ્થાને વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશનને સ્થાન મળી શકે છે.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સંભવિત ફેરફાર

ભારતીય ટીમ બીજી ODI માટે તેની પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર કરી શકે છે. કેપ્ટન શુભમન ગિલે પોતાની ફિટનેસ પાછી મેળવી લીધી હોવા છતાં તેને હજુ પણ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહેવું પડી શકે છે. ભવિષ્યમાં ઘણી ODI અને ટેસ્ટ શ્રેણીઓ રમવાની હોવાથી ટીમ ગિલની ફિટનેસ અંગે જોખમ લેવા માંગતી નથી. પરિણામે તેને બીજી ODI માટે આરામ આપવામાં આવી શકે છે. ઓપનિંગ બેટ્સમેન ઈશાન કિશન જેણે અગાઉ બેવડી સદી ફટકારી છે તેના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં એન્ટ્રી કરી શકે છે.

કોણ હશે કેપ્ટન ?

શ્રેયસ ઐયર આ મેચ માટે કેપ્ટનશીપની જવાબદારી સંભાળી શકે છે. ટીમના ODI વાઈસ-કેપ્ટન તરીકે ટીમને ODI શ્રેણી જીત તરફ દોરી જવાની જવાબદારી તેના પર રહેશે. ઐયર હાલમાં સારા ફોર્મમાં છે અને આ મેચમાં પણ મોટો સ્કોર બનાવવા માટે ઉત્સુક રહેશે. આ ઉપરાંત અગાઉની મેચમાં બોલરોના ઉત્કૃષ્ટ પ્રદર્શનને જોતાં હાલમાં પ્લેઇંગ ઇલેવનમાં અન્ય કોઈ ફેરફાર થવાની શક્યતા દેખાતી નથી.

બીજી વનડે માટે ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા, ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (સ્ટેન્ડ-ઇન કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ગુર્નૂર બ્રાર, પ્રસિદ્ધ કૃષ્ણા, જસપ્રીત બુમરાહ.


Related Posts

Load more